Skip to main content
Settings Settings for Dark

ઓપરેશન સિંદૂર: આતંકવાદ વિરુદ્ધ વૈશ્વિક સમર્થન માટે ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળો સક્રિય

Live TV

X
  • ઓપરેશન સિંદૂર: આતંકવાદ વિરુદ્ધ વૈશ્વિક સમર્થન માટે ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળો સક્રિય

    પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદને વિશ્વ સમક્ષ ખુલ્લો પાડવા અને ભારતની ઝીરો-ટોલરન્સ નીતિ અંગે જાગૃતિ લાવવા માટે શરૂ કરાયેલા 'ઓપરેશન સિંદૂર' આઉટરીચ કાર્યક્રમ હેઠળ ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળો વિવિધ દેશોની મુલાકાત લઈ રહ્યા છે.

    આ જ કડીમાં, ભાજપના સાંસદ રવિ શંકર પ્રસાદના નેતૃત્વમાં એક સર્વપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળે ફ્રાન્સ, ઇટાલી, ડેનમાર્ક અને યુનાઇટેડ કિંગડમની યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ હવે જર્મનીના બર્લિન પહોંચ્યું છે. બર્લિનમાં ભારતના રાજદૂતે આ પ્રતિનિધિમંડળનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

    આ ઉપરાંત, કોંગ્રેસના સાંસદ શશી થરૂરના નેતૃત્વમાં અમેરિકામાં ઉપસ્થિત અન્ય એક સર્વપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળે પણ મહત્વપૂર્ણ મુલાકાતો કરી હતી. આ મુલાકાત દરમિયાન અમેરિકી સાંસદોએ ભારતની આતંકવાદ વિરોધી લડાઈને મજબૂત સમર્થન આપ્યું હતું. એટલું જ નહીં, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સે પણ આ ભારતીય પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી હતી, જે આ વૈશ્વિક આઉટરીચ કાર્યક્રમના મહત્વને દર્શાવે છે.

    'ઓપરેશન સિંદૂર' હેઠળ ભારતના આ રાજદ્વારી પ્રયાસોનો ઉદ્દેશ્ય પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદની વાસ્તવિકતાને આંતરરાષ્ટ્રીય મંચ પર લાવવાનો અને આતંકવાદ સામેની વૈશ્વિક લડાઈમાં વધુ એકતા અને સહયોગ સુનિશ્ચિત કરવાનો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply