Skip to main content
Settings Settings for Dark

કર્ણાટકમાં આજે સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર શપથ લેશે

Live TV

X
  • કર્ણાટકની નવી ચુંટાયેલી પછી સરકાર આજે શપથ ગ્રહણ કરશે. રાજ્યના 30માં મુખ્યમંત્રી તરીકે સિદ્ધારમૈયા તેમનો બીજો કાર્યકાળ શરૂ કરશે. કર્ણાટકમાં 13 મેના રોજ પરિણામ જાહેર થયું હતું જેમાં કોંગ્રેસે 135 બેઠકો પર જીત મેળવી હતી. જ્યારે ભાજપને 66 અને જેડીએસને 19 બેઠકો મળી હતી. બહુમતી મેળવ્યા બાદ પણ કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતાઓએ આગામી સીએમ કોણ બનશે તે નક્કી કરવા ઘણા દિવસ મનોમંથન કરવું પડ્યું હતું. અંતે નિર્ણય કરવામાં આવ્યો કે સિદ્ધારમૈયાને સીએમ પદ સોંપવામાં આવશે અને ડીકે શિવકુમારને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવશે.  
    આજે બપોરે 12:30 વાગ્યે કાંતિરવા સ્ટેડિયમ ખાતે સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર સહિત આશરે 28 મંત્રીઓ શપથ લેવાના છે. આ અંગે બેંગ્લુરૂ ટ્રાફિક પોલિસે એડવાઈઝર જારી કરી હતી. 

    સિદ્ધારમૈયા આજે બપોરે 12:30 વાગ્યે મુખ્યમંત્રી પદના શપથ લેશે. રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારને તેમના સાથીદારો સાથે 20 મેના રોજ બપોરે 12.30 વાગ્યે શપથ લેવા આમંત્રણ આપ્યું છે. શપથ ગ્રહણ સમારોહનું આયોજન કાંતિરવા સ્ટેડિયમમાં કરવામાં આવ્યું છે.  કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને તેમના તેલંગણા સમકક્ષ કેસીઆરને આમંત્રણ મોકલવામાં આવ્યું નથી જ્યારે પશ્ચિમ બંગાળના મમતા બેનર્જી અગાઉની વ્યસ્તતાને કારણે આ કાર્યક્રમમાં ભાગ નહિં લઈ શકે. કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયન, આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન વાયએસ જગન મોહન રેડ્ડી અને બહુજન સમાજ પાર્ટી (BSP)ના વડા માયાવતી પણ મહેમાનોની યાદીમાં નથી. શપતગ્રહણ સમારોહ માટે નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના (એનસીપી) વડા શરદ પવાર, તમિલનાડુંના મુખ્યમંત્રી એમકે સ્ટેલિન, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ તથા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને આમંત્રણ આપવામાં આવ્યું છે. 

    ઉલ્લેખનીય છે કે,  સિદ્ધારમૈયાએ 2013 થી 2018 સુધી મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળી ચુક્યા છે. આજના શપથગ્રહણ અંગે જાણવા મળતી માહિતી અનુસાર સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર સાથે 25 થી 26 ધારાસભ્યો પણ મંત્રી તરીકે શપથ લઈ શકે છે. આ મંત્રીમંડળમાં ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયાના વિશ્વાસુ ધારાસભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સીએમ પદનો ચહેરો કોણ હશે તે ફાઈનલ થયા બાદ બેંગલુરુમાં ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કર્ણાટકના કોંગ્રેસ પ્રભારીએ સિદ્ધારમૈયાને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ત્યાર પછી સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર રાજ્યપાલ થાવરચંદ ગેહલોતને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
apply