કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઈ પ્રચાર પડઘમ થયા શાંત, 10 મેના રોજ રાજયની 224 બેઠકો પર મતદાન
Live TV
-
કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીને પ્રચાર પડઘમ ગઈકાલે શાંત થયા છે. તમામ પક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કુલ 2 હજાર 613 ઉમેદવાર મેદાનમાં છે. છેલ્લા ઘણા દિવસથી ચાલી રહેલા પ્રચાર પ્રચાર પડઘમ શાંત થઇ ગયા છે. જો કે ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકીય પાર્ટીઓએ એકબીજા પર આરોપો લગાવતા હવે આ લડાઇ ચૂંટણી પંચના દરવાજે પહોંચી છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન સોનિયા ગાંધીના કર્ણાટક સાર્વભૌમત્વ મુદ્દે આવેલા એક નિવેદનને લઈને બીજેપીએ ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. હવે ચૂંટણી પંચે ચૂંટણી પંચે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખીને ટિપ્પણી પર સ્પષ્ટતા કરવા અને સુધારણા માટે પગલાં લેવા કહ્યું છે. તો આ તરફ કોંગ્રેસ નેતા રણદીપ સૂરજેવાલાએ ચૂંટણીપંચમાં ફરિયાદ કરતા જણાવ્યુ હતું કે, બીજેપીએ કોંગ્રેસ વિરુદ્ધ લગાવેલા તમામ આરોપો સંપૂર્ણ રીતે નિરાધાર છે. ચૂંટણી પંચ દ્વારા કહેવામાં આવ્યું કે કોઇ રાજકીય પક્ષ અન્ય પર કોઇ પણ પ્રકારનો આરોપ લગાવે છે તો તેના પૂરતા પ્રમાણ હોવા જોઇએ.
