કલકત્તા-બેંગ્લોર ખાતે કોવિડ-19ની વેક્સિનના ત્રીજા તબક્કાનું ટ્રાયલ શરૂ
Live TV
-
આ તબક્કામાં અંદાજે 1000 સ્વયંસેવકોને આ તબક્કામાં વેક્સિન ડોઝ આપવામાં આવશે.
બે ભારતીય કંપનીને પણ રશિયન કોરોના વેક્સિન સ્ફૂટનિક-વીના ટ્રાયલ માટેની મંજૂરી મળી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ટ્વીટ કરીને જણાવ્યું હતું, કે દેશમાં 1 ડિસેમ્બરના રોજ 10 લાખથી વધુ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે બજારોમાં કોરોના વાયરસને કાબુ કરવા માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે દિશા નિર્દેશ બહાર પાડ્યા છે.
તે દરમિયાન આરોગ્ય મંત્રાલયે કોરોના સંક્રમણને નિયંત્રણમાં લેવા જથ્થાબંધ અને રિટેલ બજારો માટે કેટલાક દિશા નિર્દેશ જારી કર્યા છે. આપવામાં આવેલી સુચના મુજબ કન્ટેન્ટમેન્ટ ઝોનમાં બજાર બંધ રહેશે. કન્ટેન્ટમેન્ટ ઝોનની બહાર જ આવા બજારોને ગાઇડલાઇનના અમલ સાથે ખોલવાની મંજૂરી મળશે.
65 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ, અન્ય બિમારીથી પીડાઇ રહેલા વ્યક્તિ, ગર્ભવતી મહિલા અને બાળકોને બજારમાં ના જવા ચેતવણી આપવામાં આવી છે. બજારમાં પણ બે ગજની દૂરી, ફેસ માસ્ક ધારણ કરીને અને હેન્ડ સેનેટાઇઝરનો ઉપયોગ કરીને કામકાજ કરવાનું રહેશે.
