કલમ 370ની નાબૂદીથી જમ્મુ કાશ્મીરમાં અલગતાવાદ અને આતંકવાદમાં ઘટાડો થયો
Live TV
-
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 (Article 370) નાબૂદ કરવાના ઐતિહાસિક નિર્ણયને 7 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે. 5 ઓગસ્ટ 2019ના રોજ લેવાયેલા આ મોટા નિર્ણય બાદ જમ્મુ-કાશ્મીર હવે દેશના અન્ય ભાગોની જેમ સમાન ફોજદારી અને બંધારણીય કાયદાઓ હેઠળ શાસિત છે. અગાઉ અહીં અલગ સંવિધાન અને રણબીર પીનલ કોડ લાગુ હતો, જ્યાં અલગતાવાદીઓ અને આતંકવાદીઓનો પ્રભાવ રહેતો હતો.
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 (Article 370) નાબૂદ કરવાના ઐતિહાસિક નિર્ણયને 7 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે. 5 ઓગસ્ટ 2019ના રોજ લેવાયેલા આ મોટા નિર્ણય બાદ જમ્મુ-કાશ્મીર હવે દેશના અન્ય ભાગોની જેમ સમાન ફોજદારી અને બંધારણીય કાયદાઓ હેઠળ શાસિત છે. અગાઉ અહીં અલગ સંવિધાન અને રણબીર પીનલ કોડ લાગુ હતો, જ્યાં અલગતાવાદીઓ અને આતંકવાદીઓનો પ્રભાવ રહેતો હતો.
અલગતાવાદ અને ટેરર ફંડિંગ પર પ્રહાર:
જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ (Union Territory) જાહેર કરવાથી કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સીધી કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ આવી ગઈ. જેના કારણે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોટ (ED) ને ફ્રી હેન્ડ મળ્યો.
-
મની ટ્રેલનો ખુલાસો: તપાસમાં સાબિત થયું કે અલગતાવાદી નેતાઓ પાકિસ્તાનમાંથી મોટા પ્રમાણમાં નાણાં મેળવતા હતા. આ નાણાંનો ઉપયોગ હિંસા ફેલાવવા અને પાકિસ્તાનનો એજન્ડા આગળ વધારવા માટે થતો હતો, જ્યારે એક મોટો હિસ્સો તેઓ પોતાની અંગત મોજશોખ માટે વાપરતા હતા.
-
પથ્થરમાબાજીનો અંત: જે શુક્રવારે યુવાનોને પ્રાર્થના બાદ પથ્થરમાબાજી કરવા ઉશ્કેરવામાં આવતા હતા, તે ગંદી રાજનીતિનો હવે સંપૂર્ણ અંત આવ્યો છે. જનમત બદલાતા અલગતાવાદની કમર ભાંગી ગઈ.
સુરક્ષા અને વહીવટમાં સુધારો:
સ્થાનિક સરકાર અને અલગતાવાદીઓની દખલગીરી વગર કેન્દ્રીય એજન્સીઓ અને સ્થાનિક પોલીસ વચ્ચે ઉત્તમ તાલમેલ બેઠો. તેના પરિણામે હિઝબુલ મુજાહિદ્દીન જેવા આતંકી જૂથોનું વજન ઘટ્યું અને ઓવરગ્રાઉન્ડ વર્કર્સ (OGW) નેટવર્કને મોટો ફટકો પડ્યો.
મહિલા સશક્તિકરણ અને સામાન્ય નાગરિકો માટે ફાયદા:
-
મહિલાઓના અધિકારો: કલમ 35A નાબૂદ થવાથી મહિલાઓના પ્રોપર્ટી અને રેસિડેન્સીના અધિકારો સુરક્ષિત બન્યા. ઘરેલુ હિંસા અને બાળ શોષણ વિરોધી કેન્દ્રીય કાયદાઓ લાગુ થયા.
-
શિક્ષણ વ્યવસ્થા: રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ના અમલીકરણથી શાળાઓ અને કોલેજો હવે હિંસા કે આતંકી ધમકીઓ વિના નિયમિતપણે ધમધમે છે.
-
પ્રવાસન અને રોજગારી: સુરક્ષાની સ્થિતિ સુધરતા પ્રવાસન ઉદ્યોગમાં જબરદસ્ત તેજી આવી, જેનાથી સ્થાનિક લોકોની આર્થિક સ્થિતિમાં મોટો સુધારો થયો. ઉદ્યોગો, બાગાયત અને હસ્તકલા ક્ષેત્રે મોટા પાયે રોકાણ આવ્યું.
-
લોકશાહીની વાપસી: વર્ષ 2024માં લાંબા સમય બાદ ચૂંટણીઓ યોજાઈ અને ચૂંટાયેલી સરકાર અસ્તિત્વમાં આવી.
હજુ પણ કયા પડકારો બાકી છે?
એક તરફ જ્યાં મોટા સુધારાઓ જોવા મળ્યા છે, તો બીજી તરફ સુરક્ષા એજન્સીઓ સામે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ હજુ પણ એક પડકાર છે. લશ્કર-એ-તૈયબા અને તેનો પ્રોક્સી જૂથ 'ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ' (TRF) દ્વારા અશાંતિ ફેલાવવાની કોશિશો સતત ચાલુ છે. પાકિસ્તાનના લોન્ચ પેડ પર અનેક આતંકવાદીઓ ઘૂસણખોરીની ફિરાકમાં બેઠા છે. સુરક્ષા નિષ્ણાતોના મતે, આતંકવાદ સામેની આ લડાઈ એક સતત પ્રક્રિયા છે અને પાકિસ્તાન સમર્થિત આતંકવાદને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા માટે સતત સાવચેતી રાખવી અનિવાર્ય છે.
-
