કૃષિ મંત્રાલયે ખેડૂતોને પ્રજાસત્તાક દિવસની પરેડ નિહાળવા આપ્યું આમંત્રણ
Live TV
-
75માં ગણતંત્ર દિવસની દિલ્હીમાં યોજનારી પરેડની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ભારતીય ભૂમિદળ, નૌકાદળ અને હવાઈદળની ટુકડીઓ કર્તવ્ય પથ પર માર્ચ પાસ્ટ માટે તૈયાર છે. આ વખતે પરેડમાં વિકસિત ભારત, મહિલા શક્તિ અને આત્મનિર્ભરતા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
દરમ્યાન કૃષિ મંત્રાલયે દોઢ હજારથી વધુ ખેડૂતોને પરેડ નિહાળવા આમંત્રણ આપ્યું છે. 24 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની લગભગ 250 પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓના અધ્યક્ષ દંપતી પણ પ્રજાસત્તાક દિવસની પરેડ સમારોહમાં ભાગ લેશે.
ઉલ્લેખનીય છે કે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન આ વર્ષના ગણતંત્ર દિવસ પરેડ સમારોહમાં મુખ્ય અતિથિ છે. ફ્રાન્સના 95 સભ્યોની ટુકડી પણ પરેડમાં ભાગ લઈ રહી છે. 'વિકસિત ભારત' અને 'ભારત-લોકશાહીની માતા'ની ભાવના સાથે, 75માં પ્રજાસત્તાક દિવસની પરેડ મહિલા નેતૃત્વ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
