કેન્દ્રએ 'જમાત-એ-ઇસ્લામી' જમ્મુ-કાશ્મીર પરનો પ્રતિબંધ પાંચ વર્ષ માટે લંબાવ્યો
Live TV
-
કેન્દ્રએ જમાત-એ-ઇસ્લામી, જમ્મુ-કાશ્મીર પરનો પ્રતિબંધ પાંચ વર્ષ માટે લંબાવ્યો છે. આ જૂથને 28 ફેબ્રુઆરી 2019 ના રોજ પ્રથમ વખત ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં કહ્યું હતું કે, આ નિર્ણય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આતંકવાદ અને અલગતાવાદ માટે ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ લેવામાં આવ્યો છે.
તેમણે કહ્યું હતું કે, આ જૂથની ગતિવિધિઓ દેશની સુરક્ષા, એકતા અને સાર્વભૌમત્વની વિરુદ્ધ છે. અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, દેશની સુરક્ષા માટે ખતરો ઉભો કરનારાઓ સામે સરકાર કડક કાર્યવાહી કરવાનું ચાલુ રાખશે.