કેન્દ્રિય કૃષિ મંત્રીઃ કેન્દ્ર સરકાર સંપૂર્ણ રીતે ખેડૂતોના હિત માટે પ્રતિબદ્ધ છે
Live TV
-
કેન્દ્રિય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે આજે એક ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર સંપૂર્ણ રીતે ખેડૂતોના હિત માટે પ્રતિબદ્ધ છે. પરંતુ સતત 11 બેઠકો પછી પણ કોઈ સમાધાન ન નીકળતા કોઈ એવી તાકાતો છે કે જે આ મામલે કદાચ સમાધાન કરવા ઇચ્છતી નથી. તેમણે આગામી વાતચીતોના દોરમાં આ બાબતનું નિરાકરણ આવશે તેવી આશા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ દ્વારા જે કમિટી રચવામાં આવી છે તેના માધ્યમથી આ મુદ્દે સમાધાન આવે તેવી સંભાવના છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે કેન્દ્ર સરકાર ખેડૂતોને સહયોગ આપવા અને તેમની દરેક વાજબી માંગણીઓને સ્વીકારવા માટે તૈયાર છે. આ માટે મુદ્દાસર વાતચીત કરવી જરૂરી છે.
