Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રિય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ "માર્ગ સુરક્ષા અભિયાન"ની કરી શરૂઆત 

Live TV

X
  • માર્ગ સલામતી અભિયાનનો પ્રારંભ કરતાં કેન્દ્રિય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે સ્વૈચ્છિક સંસ્થાઓ, ઓટો ડીલર એસોસિએશનો, ખાનગી બસ ઓપરેટરો અને અન્ય સંબંધિત હોદ્દેદારોએ આ અભિયાનમાં મોટા પ્રમાણમાં ભાગ લેવો જોઈએ જેથી માર્ગ સલામતીનાં પગલાં સુનિશ્ચિત થઈ શકે.

    કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ મહારાષ્ટ્રમાં 31 મી માર્ગ સલામતી અભિયાનનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રાદેશિક પરિવહન કચેરી, ટ્રાફિક પોલીસ અને જિલ્લા માર્ગ સલામતી સમિતિ દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું છે. લાઇસન્સ આપવાની પ્રક્રિયામાં ઇ-ગવર્નન્સના ઉપયોગ પર ભાર મુકતા કેન્દ્રિય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે પૂણે અને મુંબઇમાં લાયસન્સ આપવાની પરીક્ષા કોમ્પ્યુટર્સ દ્વારા લેવામાં આવશે. આ પ્રક્રિયાને પારદર્શક અને સચોટ બનાવવામાં મદદ કરશે. તેમણે એમ પણ કહ્યું હતું કે વાહન તંદુરસ્તી અને વાહન પ્રદૂષણનું પ્રમાણપત્ર (PUC) આપવા માટે બે હજાર કેન્દ્રો ખોલવાની દરખાસ્ત છે.

     માર્ગ સલામતી અભિયાનનો પ્રારંભ કરતાં કેન્દ્રિય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે સ્વૈચ્છિક સંસ્થાઓ, ઓટો ડીલર એસોસિએશનો, ખાનગી બસ ઓપરેટરો અને અન્ય સંબંધિત હોદ્દેદારોએ આ અભિયાનમાં મોટા પ્રમાણમાં ભાગ લેવો જોઈએ જેથી માર્ગ સલામતીનાં પગલાં સુનિશ્ચિત થઈ શકે."માર્ગ સુરક્ષા સપ્તાહ"17મી જાન્યુઆરી સુધી ચાલશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply