Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુરે 'મેરા પહેલા વોટ દેશ કે લીયે' અભિયાનનો વિડિયો જાહેર કરી યુવાનોને કર્યા પ્રોત્સાહિત

Live TV

X
  • દેશ માટે 'મેરા પહેલા વોટ દેશ કે લીયે' ગીત સાંભળવાની અપીલ કરતાં, કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુરે યુવાનોને તે દરેક સાથે શેર કરવા માટે આહ્વાન કર્યું.

    આગામી લોકસભા ચૂંટણીમાં યુવાનોની ભાગીદારીને પ્રોત્સાહિત કરવા અને તેની ખાતરી કરવા માટે, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે મંગળવારે સવારે તેમના X પ્લેટફોર્મ પર એક વિડિયો જાહેર કર્યો હતો.

    આ વિડિયો બહાર પાડતા, તેમણે કહ્યું કે; "પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં તેમના 'મન કી બાત' સંબોધનમાં અને રાષ્ટ્ર તેના લોકશાહીના સૌથી મોટા તહેવારની તૈયારી કરી રહ્યું છે તેની સ્પષ્ટતા આપી હતી. તેથી દરેક વ્યક્તિએ  'મેરા પહેલા વોટ દેશ કે લીયે' અભિયાનમાં જોડાવું જોઈએ અને યુવા મતદારોએ મતદાન કરવા આગળ આવવું જોઈએ. આ તેમનો લોકતાંત્રિક અધિકાર છે." 

    દેશ માટે  'મેરા પહેલા વોટ દેશ કે લીયે' ગીત સાંભળવાની અપીલ કરતાં, તેમણે યુવાનોને તે દરેક સાથે શેર કરવા માટે આહ્વાન કર્યું. તેમણે કહ્યું કે, "આ ઝુંબેશને આપણી પોતાની રીતે અને શૈલીમાં આગળ વધારવાની છે." તેમણે વધુમાં ઉમેરતાં કહ્યું કે, "યુવાનોએ આ જવાબદારી સ્વીકારવી જોઈએ અને કોલેજોમાં આપણા સામૂહિક અવાજની શક્તિની ઉજવણી કરવી જોઈએ."

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply