Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય ગૃહમંત્રીએ અરુણાચલ પ્રદેશના સરહદી ગામ કિબિથૂમાં ‘વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ’નો આરંભ કર્યો

Live TV

X
  • આ ભારતનું સૌથી પૂર્વીય ક્ષેત્ર છે. સભાને સંબોધતા અમિત શાહે જણાવ્યું હતું કે, સમગ્ર દેશ આજે તેમના ઘરમાં શાંતિથી સૂઈ શકે છે કારણ કે ITBP ના જવાન અને આર્મી આપણી સરહદો પર દિવસ-રાત કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, આજે આપણે ગર્વથી કહી શકીએ છીએ કે આપણા પર ખરાબ નજર નાખવાની શક્તિ કોઈનામાં નથી. કેન્દ્રીય ગૃહમંત્રી સોમવારથી અરુણાચલ પ્રદેશની બે દિવસીય મુલાકાતે છે.
     
    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, સરકારે રોડ કનેક્ટિવિટી માટે 2500 કરોડ રૂપિયા સહિત 4800 કરોડ રૂપિયાના કેન્દ્રીય ઘટકો સાથેના 'વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ'ને મંજૂરી આપી છે.

    આ કાર્યક્રમ હેઠળ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઉત્તરીય સરહદને અડીને આવેલા 19 જિલ્લાના 46 બ્લોકના 2967 ગામોને વ્યાપક વિકાસ માટે ઓળખવામાં આવ્યા છે. પ્રથમ તબક્કામાં, પ્રાધાન્યતા કવરેજ માટે 662 ગામોની ઓળખ કરવામાં આવી છે, જેમાં અરુણાચલ પ્રદેશના 455 ગામોનો સમાવેશ થાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply