કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે સીઆરપીએફના શૌર્ય દિવસ પર શહીદોને શ્રદ્ધાંજલિ કરી અર્પણ
Live TV
-
1965માં આજના દિવસે, સીઆરપીએફના નીડર યોદ્ધાઓ કચ્છના રણમાં સરદાર પોસ્ટ પર એક અતૂટ દિવાલની જેમ ઉભા રહ્યા હતા.
કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF)ના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.X પર એક પોસ્ટમાં અમિત શાહે કહ્યું, "CRPF શૌર્ય દિવસ પર આપણા બહાદુર સૈનિકોના અદમ્ય સાહસ અને બલિદાનને સલામ. 1965માં આ દિવસે, CRPF ના નીડર યોદ્ધાઓ કચ્છના રણમાં સરદાર પોસ્ટ પર એક અતૂટ દિવાલની જેમ ઉભા રહ્યા, દુશ્મનની પ્રગતિને કચડી નાખી અને ભારતના ઇતિહાસમાં બહાદુરીનું એક ભવ્ય પ્રકરણ આલેખ્યું હતું. રાષ્ટ્રના સન્માન અને સુરક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપનારા શહીદોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ."
