કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કુરુક્ષેત્ર અને ચંદીગઢના પ્રવાસે
Live TV
-
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કુરુક્ષેત્ર અને ચંદીગઢના પ્રવાસે છે. કુરુક્ષેત્ર પહોંચ્યા બાદ ગૃહમંત્રી શક્તિપીઠ શ્રી દેવીકુપ ભદ્રકાલી મંદિરમાં પૂજા કરશે. આ પછી તેઓ આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ સંત સંમેલનમાં ભાગ લેશે. આ કાર્યક્રમ બાદ અમિત શાહ ચંદીગઢ પહોંચશે.
ત્યાં અમિત શાહ ચંદીગઢ કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજીમાં કરોડો રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કરશે. આ ઉપરાંત અમિત શાહ ડી.આર.ડી.ઓ.ના સહયોગથી 90 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા સેન્ટર ફોર સાયબર ઓપરેશન્સ એન્ડ સિક્યોરિટીનું ઉદ્ઘાટન કરશે.
તેની મદદથી ચંદીગઢ પોલીસ ચંદીગઢ અને પડોશી રાજ્યોમાં થઈ રહેલા સાયબર ક્રાઈમના કેસ ઉકેલશે. સાથો 44 આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર અને 700 કોન્સ્ટેબલને નિમણૂક પત્રો આપશે.