Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ચૂંટણી પ્રવાસે

Live TV

X
  • ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ, આજે લોકસભા ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 400ને પાર કરવાના સંકલ્પને પૂર્ણ કરવા માટે, બે રાજ્યો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રનો ચૂંટણી પ્રવાસ કરશે. ભાજપે તેના સત્તાવાર એક્સ હેન્ડલ પર, પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના આજના ચૂંટણી પ્રવાસનું શેડ્યૂલ શેર કર્યું છે.

    બીજેપીના એક્સ હેન્ડલ અનુસાર, પાર્ટીના વરિષ્ઠ નેતા અમિત શાહ સૌથી પહેલા મધ્યપ્રદેશના મંડલા લોકસભા ક્ષેત્રમાં જાહેર સભા કરશે. તેઓ બપોરે 1 વાગે માંડલા પોલીસ ગ્રાઉન્ડ ખાતે, ભાજપની આ જાહેરસભાને સંબોધશે. આ પછી તેઓ બપોરે 2.45 કલાકે ખજુરાહો લોકસભા ક્ષેત્રના કટનીમાં જનસભાને સંબોધિત કરશે. આ સઘન ચૂંટણી પ્રવાસ બાદ, તેઓ સાંજે મહારાષ્ટ્રના નાંદેડ લોકસભા ક્ષેત્રમાં ભાજપની ચૂંટણી રેલીને સંબોધિત કરશે. આ જાહેર સભા નાંદેડના, નરસી ગ્રાઉન્ડમાં સાંજે સાડા પાંચ વાગ્યે યોજાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply