Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય ગૃહમંત્રી પશ્ચિમ બંગાળમાં રોડ શો તેમજ ચૂંટણી સભા કરશે

Live TV

X
  • વિધાનસભા ચૂંટણીવાળા રાજ્યોમાં રાજકીય પક્ષોનોએ પ્રચારની ગતિ તેજ કરી છે. ભાજપ નેતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળમાં રોડ શો અને ચૂંટણી સભા કરશે. તો ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા આસામમાં ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે.

    દેશના પાંચ રાજ્યોમાં  વિધાનસભાની ચૂંટણીની તારીખો જેમ-જેમ નજીક આવી રહી છે. તેમ-તેમ ચૂંટણી પ્રચાર વેગવંતુ બની રહ્યું છે. બધા રાજ્યોમાં ચૂંટણી પ્રચાર કરવા નેતાઓ પોહચી રહ્યા છે અને ચૂંટણીમાં વોટ લેવા માટે પોતાની પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા આસામ માટે પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડશે. આ સાથે તેઓ આસામમાં રોડ-શો દ્વારા ચૂંટણી પ્રચાર કરશે. તો, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી સભાઓને ગજવશે. તેમજ રોડ-શો પણ યોજશે. બીજી તરફ કેન્દ્રીય ચૂંટણી પંચે આસામ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ માટેની સમીક્ષા કરી હતી. સમીક્ષા બેઠકની અધ્યક્ષતા મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરાએ કરી હતી. આ પ્રસંગે મુખ્ય ચૂંટણી કમિશનરે તમામ અધિકારીઓને સુનિશ્ચિત કરતા નિર્દેશ આપ્યો હતો કે, આસામમાં મતદાન શાંતિપૂર્ણ, સ્વતંત્ર અને નિષ્પક્ષ તથા સુરક્ષિત તરીકે સંપન્ન થાય.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply