કેન્દ્રીય બજેટ-2024: પ્રવાસનને નવો વેગ મળશે, વિષ્ણુપદ અને મહાબોધિ મંદિરમાં બનશે કોરિડોર
Live TV
-
કેન્દ્રીય બજેટ 2024-25 રજૂ કરતા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, લોકોએ સરકારને દેશને મજબૂત અને સર્વાંગી સમૃદ્ધિના માર્ગ પર લઈ જવાનો અનોખો મોકો આપ્યો છે. બજેટ ભાષણમાં પર્યટનના વિકાસ પર કેન્દ્રીય નાણામંત્રીએ કહ્યું હતું કે પ્રવાસન હંમેશાથી આપણી સભ્યતાનો એક ભાગ રહ્યો છે. ભારતને વૈશ્વિક પ્રવાસન સ્થળ તરીકે સ્થાપિત કરવાના અમારા પ્રયાસો રોજગારીનું સર્જન કરશે. રોકાણને પણ વેગ મળશે અને અન્ય ક્ષેત્રો માટે આર્થિક તકો ખુલશે.
વિષ્ણુપદ અને મહાબોધિ મંદિર કોરિડોર
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે બિહારના ગયામાં વિષ્ણુપદ મંદિર અને બોધગયામાં મહાબોધિ મંદિરનું ઘણું આધ્યાત્મિક મહત્વ છે. તેમણે જાહેરાત કરી કે, "વિષ્ણુપદ મંદિર કોરિડોર અને મહાબોધિ મંદિર કોરિડોરના વ્યાપક વિકાસને સફળ કાશી વિશ્વનાથ મંદિર કોરિડોરની તર્જ પર ટેકો આપવામાં આવશે, જેથી તેઓને વિશ્વ-સ્તરીય તીર્થધામ અને પ્રવાસન સ્થળોમાં પરિવર્તિત કરવામાં આવે".
રાજગીર અને નાલંદા યુનિવર્સિટી માટે વ્યાપક વિકાસ પહેલ
તેમના બજેટ ભાષણમાં કેન્દ્રીય નાણામંત્રીએ જણાવ્યું હતું કે રાજગીર હિંદુ, બૌદ્ધ અને જૈન ધર્મના લોકો માટે ખૂબ જ ધાર્મિક મહત્વ ધરાવે છે અને પ્રાચીન જૈન મંદિર સંકુલમાં 20મા તીર્થંકર મુનિસુવ્રતનું મંદિર છે. તેમણે એમ પણ કહ્યું કે સપ્તર્ષિ અથવા 7 ગરમ ઝરણા ગરમ પાણીના બ્રહ્મકુંડ જે પવિત્ર છે. તેમણે કહ્યું કે રાજગીર માટે વ્યાપક વિકાસ પહેલ કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર નાલંદા યુનિવર્સિટીને તેના ભવ્ય કદમાં પુનર્જીવિત કરવા ઉપરાંત નાલંદાને પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવા માટે સમર્થન કરશે.
ઓડિશામાં પણ પ્રવાસન હબ બનાવવા માટે સહાય
કેન્દ્રીય નાણામંત્રીએ કહ્યું કે ઓડિશાની પ્રાકૃતિક સુંદરતા, મંદિરો, સ્મારકો, કારીગરી, વન્યજીવ અભયારણ્ય, મનોહર લેન્ડસ્કેપ્સ અને નૈસર્ગિક દરિયાકિનારા તેને પર્યટનનું અંતિમ સ્થળ બનાવે છે.તેમણે કહ્યું, "અમારી સરકાર તેમના વિકાસ માટે મદદ કરશે".
