Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી આજે સાગર પરિક્રમાના આઠમાં તબક્કાનું ઉદ્ઘાટન કરશે

Live TV

X
  • કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી પરસોત્તમ રૂપાલા અને રાજ્ય મંત્રી ડૉ. એલ.મુરુગને આજે સાગર પરિક્રમાના આઠમાં તબક્કાનું ઉદ્ઘાટન કરશે.  

    કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલા અને રાજ્ય મંત્રી ડૉ. એલ મુરુગન આજે સાગર પરિક્રમાના આઠમાં તબક્કાનું ઉદ્ઘાટન કર્યું. જેનો આરંભ  કન્યાકુમારી જિલ્લાના થેનગાપટ્ટનમ ફિશ પોર્ટથી કરવામાં આવશે.  

    સાગર પરિક્રમાના આ તબક્કામાં, તમિલનાડુના 4 જિલ્લાઓ- કન્યાકુમારી, તિરુનેલવેલી, તુતુકુડી, રામનાથપુરમમાં સંશોધન કરવામાં આવશે. સાગર પરિક્રમાનો તમિલનાડુ ભાગ આગામી 3 દિવસમાં રાજ્યના 4 જિલ્લાઓમાં હાથ ધરવામાં આવશે અને આ શનિવારે સમાપ્ત થશે. યાત્રાના અંતિમ દિવસે, રામનાથપુરમ જિલ્લાના વલમાવયુરમાં ઈન્ટિગ્રેટેડ સીવુડ પાર્કનો શિલાન્યાસ કરવામાં આવશે.

    સાગર પરિક્રમા યાત્રા શરૂ કરતી વખતે પ્રગતિશીલ માછીમારોને પ્રધાનમંત્રી મત્સ્ય ઉછેર યોજના, પશુપાલન માળખાકીય વિકાસ ભંડોળ અને અન્ય રાજ્ય યોજનાઓ હેઠળ પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply