કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલયે 31 માર્ચ સુધી પરીક્ષાઓ રદ કરવા કર્યો આદેશ
Live TV
-
કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલયે UGC અને CBSE સહિત બધી જ સ્વાયત્ત સંસ્થાઓને આગામી 31મી માર્ચ સુધી પરીક્ષાઓ મુલતવી રાખવાનો નિર્દેશ આપ્યો
કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલયે યુનિવર્સિટી અનુદાન પંચ, અખિલ ભારત ટેકનીક્લ શિક્ષણ પરિષદ, રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા અને CBSE સહિત બધી જ સ્વાયત સંસ્થાઓને આગામી 31મી માર્ચ સુધી પરીક્ષાઓ મુલતવી રાખવાનો નિર્દેશ આપ્યો છે. કોરોના વાયરસના ખતરાના પગલે સાવચેતીના પગલાં રૂપે આ નિર્ણય લેવાયો છે. સત્તાવાર યાદી મુજબ પરીક્ષાઓ આપતા વિદ્યાર્થીઓ, શિક્ષકો, અને વાલીઓની સલામતીને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવાયો છે. એવી જ રીતે મંત્રાલયે CBSE અને અન્ય બોર્ડની પરીક્ષાઓની તારીખોને ધ્યાનમાં લઈને સંયુક્ત પ્રવેશ પરીક્ષાઓ યોજવાનો નિર્દેશ આપ્યો છે. પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ JEE ની મુખ્ય પરીક્ષાની તારીખની જાહેરાત 31મી માર્ચે કરાશે. કેન્દ્રીય માનવ સંસાધાન વિકાસમંત્રી રમેશ પોખરીયાલ નિશંકે તેમનું મંત્રાલય શૈક્ષણિક વર્ષની કામગીરી અને કાર્યક્રમો બધા જ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓની સલામતીને ધ્યાનમાં લઈને યોજવા પ્રતિબદ્ધ હોવાનું જણાવીને કોઈપણ ભય નહીં રાખવાની અપીલ કરી છે
