કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, વેપારી જહાજ પર હુમલો કરનારાઓ સામે જલ્દી જ કાર્યવાહી કરવામાં આવશે
Live TV
-
કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે આજે મુંબઈમાં INS ઈમ્ફાલના લોકાર્પણ પ્રસંગે હાજરી આપી હતી. રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે, વેપારી જહાજો 'કેમ પ્લુટો' અને 'સાંઈ બાબા' પર હુમલો કરનારાઓ સામે બહુ જલ્દી કાર્યવાહી કરવામાં આવશે.
તેમણે કહ્યું હતું કે, સરકારે એમવી કેમ પ્લુટો અને અન્ય જહાજો પરના હુમલાઓને ગંભીરતાથી લીધા છે અને નેવીએ દેખરેખ વધારી છે. રક્ષા મંત્રીએ કહ્યું હતું કે, ભારતની વધતી જતી આર્થિક અને વ્યૂહાત્મક શક્તિ કેટલાક લોકોને ઈર્ષ્યા અને નફરતભરી બનાવી રહી છે.
કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે, આઈએનએસ ઈમ્ફાલ એ ભારતની વધતી જતી દરિયાઈ શક્તિનું પ્રતીક છે જે વધુ વધશે. આ ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં જલમેવ યસ્ય, બલમેવ તસ્યના સિદ્ધાંતને વધુ પ્રોત્સાહન આપશે.