Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદ રેલવે સ્ટેશનની મુલાકાત લીધી

Live TV

X
  • કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ગુજરાતના પ્રવાસે છે.તેમણે આણંદ રેલવે સ્ટેશન પર ખાસ ઉપસ્થિત રહી વંદે ભારતને સ્ટોપેજ આપ્યું હતું. વંદે ભારતને આણંદમાં સ્ટોપેજ આપવા માટે સાંસદ મિતેષ પટેલ દ્વારા રજૂઆત કરાઈ હતી. જે પૂર્ણ થતા અશ્વિની વૈષ્ણવે તેઓના વખાણ કર્યા હતા.

    સ્ટેશનના પ્રવેશદ્વાર પર ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરા દર્શાવતી 'તોરણ' જેવી અગ્રણી કલાકૃતિઓ હશે. આ કાર્યમાં AMTS,BRTS,બુલેટ ટ્રેન અને મેટ્રો જેવા મલ્ટિમોડલ, ટ્રાન્સપોર્ટ મોડ્સની સુવિધાઓ હશે. સ્ટેશનને આગામી 100 વર્ષને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરાશે. તો ગુજરાતની સંસ્કૃતિની ઝલક પણ જોઈ શકાય છે.આમ આ સ્ટેશનનું પુનઃવિકાસ કાર્ય વર્ષ 2027 સુધીમાં પૂર્ણ થશે.

    કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદ રેલવે સ્ટેશનની મુલાકાત લીધી અને પુનઃવિકાસ કાર્યનું નિરીક્ષણ કર્યું. તેમણે જણાવ્યું હતું કે,લોકોની વિનંતીઓને પગલે, વારસાને જાળવવા માટે સ્ટેશનની ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અમદાવાદ રેલવે સ્ટેશનના પુનઃવિકાસ માટે અત્યાધુનિક બાંધકામ તકનીકોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને તે આગામી સાડા ત્રણ વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન છે.

    ગુજરાતમાં અત્યાર સુધીમાં 97 ટકા રેલવે લાઇનનું વીજળીકરણ થઈ ગયું છે અને ટૂંક સમયમાં તે સમગ્ર રાજ્યમાં 100 ટકા થઈ જશે. ગુજરાતના વિકાસ માટે કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરતા તેમણે કહ્યું કે, રેલવેના વિકાસ માટે ગુજરાતને 17,155 કરોડ રૂપિયાની રેકોર્ડ રકમ ફાળવવામાં આવી છે.દાહોદ ખાતે રેલ એન્જિન ઉત્પાદન પ્લાન્ટ ટૂંક સમયમાં પૂર્ણ થવાની સંભાવના છે અને ટૂંક સમયમાં તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે.તેમણે ટ્રેક બિછાવેલા કાર્યનું નિરીક્ષણ કર્યું અને આણંદ હાઇ સ્પીડ રેલવે  સ્ટેશનના બાંધકામ કાર્યની પ્રગતિની સમીક્ષા કરી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
apply