કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત, SC-ST એક્ટમાં સંશોધનને આપી મંજૂરી
Live TV
-
SC-ST એક્ટ પર સરકારના સંશોધનને પડકાર આપતી અરજી ફગાવતી સુપ્રીમ કોર્ટ
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સંશોધન કાયદો 2018 પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને મોટી રાહત આપી છે.SC-ST એક્ટ પર સરકારના સંશોધનને પડકાર આપતી અરજી સુપ્રીમ કોર્ટે આજે ફગાવી છે..આગોતરા જામીનની જોગવાઈ પણ સમાપ્ત કરવામાં આવી છે..સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે SC-ST એક્ટમાં કરેલા સંશોધનને પડકારતી અરજી પર સુનાવણી થઈ હતી..જેમાં સુપ્રીમ કોર્ટે સંશોધનને માન્ય રાખ્યુ છે..કોર્ટે કહ્યુ છે કે આ એક્ટમાં તુરંત ધરપકડની જોગવાઈ જારી રહેશે..અને આ કાયદા અંતર્ગત કોઈ પણ વ્યક્તિને આગોતરા જામીન નહી મળે..
જસ્ટિસ અરૂણ મિશ્રા , જસ્ટિસ વિનીત શરણ અને જસ્ટિસ રવિન્દ્ર ભટ્ટની ખંડપીઠે 2-1થી આ ચુકાદો સંભળાવ્યો છે..મહત્વનુ છે કે કેનદ્ર સરકારે સંસદમાં કાયદામાં સંશોધન કરી SC-ST એક્ટ અંતર્ગત ધરપકડ કરાયેલા આરોપીને આગોતરા જામીન આપવાની જોગવાઈ પર રોક લગાવે છે. 20 માર્ચ 2018માં કોર્ટે એસસી-એસટી કાનૂનના દુરપયોગને ધ્યાનમાં રાખતા મળનારી ફરિયાદોને લઈને FIR અને ધરપકડના નિયમ પર રોક લગાવી દીધી હતી. જે બાદ સંસદમાં કોર્ટના આદેશને પલટવા માટે કાયદામાં સંશોધન કરવામાં આવ્યુ હતુ. સંશોધિત કાનૂનની માન્યતાને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપવામાં આવ્યો હતો.