Skip to main content
Settings Settings for Dark

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, 21 જૂને NEETની પરીક્ષા સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

Live TV

X
  • NTAએ કહ્યું કે, NEET-UG 2026 પુન પરીક્ષાને સુરક્ષિત અને નિષ્પક્ષ તરીકે કરાવવા માટે કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો....

    NEET-UG 2026 પુનઃપરીક્ષા પહેલા સરકારે એક મોટું પગલું ભર્યું છે. ટેલિગ્રામ પર અસ્થાયી રુપે પ્રતિંબધ લગાવ્યો છે. NEET-UGની પુનઃપરીક્ષા 21 જૂને યોજાવાની છે. જેથી ટેલિગ્રામ 22 જૂન સુધી અસ્થાયી રૂપે બ્લોક રહેશે. મેસેજ એડિટિંગ ફીચર 30 જૂન સુધી બંધ રહેશે. NTAએ કહ્યું કે, NEET-UG 2026 પુન પરીક્ષાને સુરક્ષિત અને નિષ્પક્ષ તરીકે કરાવવા માટે કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે.

    NEET પરીક્ષા પહેલા ટેલિગ્રામ એપ પર લગાવાઈ હંગામી રોક

    નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTA અનુસાર કેટલીક ગેંગ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોને ટેલિગ્રામ ચેનલો દ્વારા કથિત પ્રશ્નપત્ર આપવાના નામે છેતરતી હતી. હજારોથી લાખો રૂપિયા સુધીની માગણીઓ ઘણી ચેનલો પર કરવામાં આવી રહી હતી. એજન્સીએ આ નિર્ણયની સાથે સ્પષ્ટતા પણ કરી છે કે, પરીક્ષાનું પ્રશ્નપત્ર સંપૂર્ણ રીતે સુરક્ષિત છે, અને પરીક્ષા પહેલા તે કોઈ પણ પાસે ઉપલબ્ધ નથી. NTAએ કહ્યું કે, ઘણા કિસ્સાઓમાં ટેલિગ્રામના મેસેજ એડિટ ફીચરનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. પરીક્ષા બાદ પ્રશ્નપત્ર લીક થઈ ગયું હોય તેવું દેખાડવા માટે જૂના મેસેજમાં અસલ પ્રશ્નપત્ર ઉમેરાયું હતું. તે પ્રકારની સામગ્રીના ફેલાવાને રોકવા આ પગલું લેવાયું છે.

    22 જૂન સુધી પ્રતિબંધ લગાવાયો 

    NTAએ કહ્યું કે, કેટલાક કેસમાં ટેલિગ્રામના મેસેજ એડિટ ફીચરનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. પરીક્ષા પૂર્ણ થયા બાદ જુના મેસેજમાં સાચું પ્રશ્નપત્ર જોડી દેખાડવામાં આવે છે.આ પગલું સમાન નકલી “પેપર લીક” સામગ્રીના ફેલાવાને રોકવા માટે લેવામાં આવ્યું છે. આ માટે ટેલિગ્રામ 22 જૂન સુધી અસ્થાયી રૂપે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.ટેલિગ્રામ પર પ્રતિબંધ થોડા સમય માટે જ લગાવવામાં આવ્યો છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply