Skip to main content
Settings Settings for Dark

કેન્દ્ર સરકારે પુરાંત વીજળી પોર્ટલ- પુષ્પ કર્યુ શરુ

Live TV

X
  • કેન્દ્ર સરકારે ઉનાળાની ઋતુમાં વીજળીનો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે પુરાંત વીજળી પોર્ટલ- પુષ્પ  શરુ કર્યું છે. કેન્દ્રીય વીજળી મંત્રી આર.કે.સિંહે દિલ્લીમાં વર્ચુઅલી આ પોર્ટલનો આરંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે કેન્દ્રીય વીજ સત્તામંડળ અને ગ્રીડ નિયંત્રકે ઉનાળાની ઋતુના વખતે વીજળીની કિંમતો વાજબી સ્તરે રહે અને કોઈ વીજ ઉત્પાદક અસાધારણ ઊંચા ભાવે વીજળી ન આપે ,એ બાબત સુનિશ્ચિત કરવી જોઈએ. આ વર્ષે વીજળીની માંગણી ગયા વર્ષની સરખામણીએ વધુ રહેવાની ધારણા છે.વીજળી મંત્રાલયે વીજળીની માંગણી સંતોષવા ગેસ આધારિત અને આયાતી કોલસા આધારિત વીજ મથકોમાં વીજ ઉત્પાદન વધારવા ઉપર ભાર મુક્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply