કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને પાંચ વર્ષ માટે લંબાવી
Live TV
-
કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને 1 જાન્યુઆરી, 2024થી વધુ પાંચ વર્ષ માટે લંબાવી છે. આ યોજના હેઠળ દેશના 81 કરોડ ગરીબોને દર મહિને પાંચ કિલો અનાજ મફતમાં આપવામાં આવે છે.
નવી દિલ્હીમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કેન્દ્રીય કેબિનેટના આ નિર્ણયની જાહેરાત કરી હતી.
કેન્દ્રીય કેબિનેટે મહિલા સ્વ-સહાય જૂથોને ડ્રોન પ્રદાન કરવાની કેન્દ્રીય યોજનાને પણ મંજૂરી આપી છે. અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, આ યોજના હેઠળ, 2023-24 થી 2025-26 દરમિયાન 15 હજાર પસંદ કરેલા સ્વ-સહાય જૂથોને ડ્રોન પ્રદાન કરવામાં આવશે, જેનો ઉપયોગ ખેડૂતોને કૃષિ સંબંધિત સેવાઓ માટે ભાડે આપવા માટે કરવામાં આવશે. આ યોજના માટે રૂ. 1,261 કરોડનો યોજનાકીય ખર્ચ ફાળવવામાં આવ્યો છે.
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે એ પણ માહિતી આપી હતી કે, કેન્દ્રીય કેબિનેટે 16મા નાણાપંચના કાર્યો અને જવાબદારીઓને પણ મંજૂરી આપી છે