કેબિનેટે છ રાજ્યોના 13 જિલ્લાઓને આવરી લેતા ચાર મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટ્સને આપી મંજૂરી
Live TV
-
કેન્દ્ર સરકારે ગુરુવારે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઓડિશા અને ઝારખંડ રાજ્યોના 31 જિલ્લાઓને આવરી લેતા રેલ્વે મંત્રાલયના ચાર મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી.
આનાથી ભારતીય રેલ્વેના હાલના નેટવર્કમાં લગભગ 574 કિમીનો વધારો થશે. આ પ્રોજેક્ટ્સનો કુલ ખર્ચ રૂ.11,169 કરોડ આંકવામાં આવ્યો છે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી
કેબિનેટ બ્રીફિંગને સંબોધતા, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આજે રેલ્વે મંત્રાલયના ચાર પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે, જેનો કુલ ખર્ચ રૂ. 11,169 કરોડ (આશરે) છે.
ચાર રેલ્વે પ્રોજેક્ટ્સ
આમાં ઇટારસી-નાગપુર ચોથી રેલ્વે લાઇન, અલુઆબારી રોડ-ન્યૂ જલપાઇગુડી ત્રીજી અને ચોથી લાઇન છત્રપતિ સંભાજીનગર-પરભણી ડબલિંગ, દાંગાપોસી-જરૌલી ત્રીજી અને ચોથી લાઇનનો સમાવેશ થાય છે.
આ ચારેય દિશાઓનું મિલન બિંદુ છે
ઇટારસી-નાગપુર ચોથી રેલ્વે લાઇન અંગે, વૈષ્ણવે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીએ ઇટારસી અને નાગપુર વચ્ચે ચોથી લાઇનને મંજૂરી આપી છે. તે દિલ્હી અને ચેન્નાઈ તેમજ મુંબઈ અને હાવડાને જોડતા હાઇ-ડેન્સિટી કોરિડોર પર બનાવવામાં આવશે. આ ચારેય દિશાઓનું મિલન બિંદુ છે. આ પ્રોજેક્ટ્સ ભારતીય રેલ્વેના હાલના નેટવર્કમાં લગભગ 574 કિમીનો વધારો કરશે, જેનાથી કુલ નેટવર્ક વધુ મજબૂત બનશે.
કનેક્ટિવિટી 2,309 ગામો સુધી વધશે, 43 લાખ લોકોને ફાયદો થશે
તેમણે કહ્યું કે આ પ્રસ્તાવિત મલ્ટી-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સ લગભગ 2,309 ગામો સુધી કનેક્ટિવિટી વધારશે, જેનો સીધો લાભ લગભગ 43 લાખ લોકોની વસ્તીને મળશે. આ પ્રોજેક્ટ્સ કોલસા, સિમેન્ટ, ક્લિંકર, જીપ્સમ, ફ્લાય એશ, કન્ટેનર, કૃષિ ઉત્પાદનો, પેટ્રોલિયમ જેવી આવશ્યક ચીજવસ્તુઓના પરિવહન માટે મહત્વપૂર્ણ માર્ગો પર ગતિશીલતાને પ્રોત્સાહન આપશે.આ ઉપરાંત, આ પ્રોજેક્ટ્સ વાર્ષિક 95.91 મિલિયન ટનના વધારાના કાર્ગો ટ્રાફિકને હેન્ડલ કરવાની ક્ષમતામાં પણ વધારો કરશે, જેનો સીધો લાભ દેશના ઔદ્યોગિક અને કૃષિ ક્ષેત્રોને થશે.
