કેમ્બ્રિજ એનાલિટિકાના ખુલાસાથી રાહુલ ગાંધી ગભરાયા : બીજેપી
Live TV
-
ભારતીય જનતા પાર્ટીએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે, ભાજપે ટ્વીટ કરીને કહ્યું છે કે, રાહુલ ગાંધી આજકાલ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યાં છે. એમઆરઆઇ અને એનસીસી બાદ હવે ટેકનોલોજી વિશેનું તેમનું જ્ઞાન સામે આવી રહ્યું છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રીની નમો એપને લઇને કેટલાક સવાલ ઉભા કર્યાં છે. આ મુદ્દે ભારતીય જનતા પાર્ટીએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે, ભાજપે ટ્વીટ કરીને કહ્યું છે કે, રાહુલ ગાંધી આજકાલ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યાં છે. એમઆરઆઇ અને એનસીસી બાદ હવે ટેકનોલોજી વિશેનું તેમનું જ્ઞાન સામે આવી રહ્યું છે. કેમ્બ્રિજ એનાલિટિકાના ખુલાસાથી તે એટલા ગભરાયેલા છે કે તે રોજ આ મુદ્દા પરથી ધ્યાન અન્યત્ર વાળવાની કોશિશ કરી રહ્યાં છે. કાલે ન્યાયપાલિકા અને આજે નમો એપ, બીજા એક ટ્વીટમાં ભાજપે કહ્યું છે કે રાહુલ ગાંઘીએ નમોએપ પર સવાલ ઉભા કરીને એ સ્પષ્ટ કર્યું છે કે તેમને અને તેમની પાર્ટીને ટેકનોલોજીની કેટલી સમજ છે. બસ આ પાર્ટી તેના બ્રહ્માસ્ત્ર એવા કેબ્રિજ એનાલિટિકાનો ઉપયોગ કરીને ડેટા ચોરી રહ્યાં છે. ટ્વીટ દ્રારા ભાજપે જણાવ્યું છે કે નમોએપ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લાખો પ્રશંસકો અને પાર્ટીના કાર્યકર્તાઓને પ્રધાનમંત્રી સાથે જોડવાનો એક મંચ છે જેના દ્વારા લોકો પ્રધાનમંત્રી મોદી સાથે સંવાદ કરી શકે છે.