Skip to main content
Settings Settings for Dark

કેરળના મલાપ્પુરમ જિલ્લામાં બોટ ડુબી જતાં 21 લોકોનાં મોત

Live TV

X
  • કેરળના મલાપ્પુરમ જિલ્લાના તુવાલથીરમ બીચ પાસે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જ્યાં એક બોટ પાણીમાં ડુબી જતાં 21 લોકોનાં મોત થયાં હતાં.

    કેરળના મલાપ્પુરમ જિલ્લાના તુવાલથીરમ બીચ પાસે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જ્યાં એક બોટ પાણીમાં ડુબી જતાં 21 લોકોનાં મોત થયાં હતાં. મૃતક લોકોમાં બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ થાય છે. રવિવારે સાંજે થયેલી આ બોટ દુર્ઘટનામાં ઘણાં લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતાં જેઓ હાલ વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યાં છે. 

    આ ઘટના અંગે કેરળના રમતગમત મંત્રી વી. અબ્દુરહીમે નિવેદન આપ્યું હતું કે, બોટ પલટવાનું કારણ હજી સામે નથી આવ્યું પણ આ અંગે પોલીસ તપાસ કરી રહી છે. બોટમાં ઘણી મહિલાઓ અને બાળકો પણ સવારી કરી રહ્યા હતા. બોટ પલટી જતાં ઘણાં લોકો બોટની નીચે પણ ફસાયાં હતાં. 

    આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોના પરીવારોને પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી 2 લાખ રુપિયા આપવાની જાહેરાત પ્રધાનમંત્રી કાર્યાલયે કરી છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોના પરીવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. 

    કેરળના મુખ્યમંત્રી પીનરાઈ વિજયને પણ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું અને જિલ્લા પ્રશાસનને ઝડપથી બચાવ કામગીરી કરવા આદેશ આપ્યા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply