કોંગ્રેસે TDPને કર્યુ સમર્થન જાહેર
Live TV
-
પક્ષના અધિવેશનમાં રાજકીય, આર્થિક, વિદેશનીતિ, ખેતી અને રોજગાર સંબંધિત પાંચ પ્રસ્તાવો પર ગહન ચર્ચા.
કેન્દ્ર સરકાર સામે TDP પક્ષે મૂકેલા અવિશ્વાસની પ્રસ્તાવને કોંગ્રેસ પક્ષે સમર્થન જાહેર કર્યું છે. કોંગ્રેસના અગ્રણી નેતા ખડગેએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ TDP અને YSRCPના પ્રસ્તાવને સમર્થન કરે છે. દરમિયાન નવી દિલ્હીમાં રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં ઈન્દિરા ગાંધી ઈન્ડો સ્ટેડિયમ ખાતે પક્ષનું 84મું મહાઅધિવેશન યોજવામાં આવ્યું છે. ત્યારે કોંગ્રેસ પક્ષના આ નિવેદનથી રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે. પક્ષના આ અધિવેશનમાં રાજકીય , આર્થિક, વિદેશનીતિ, ખેતી અને રોજગાર સંબંધિત પાંચ પ્રસ્તાવો પર ગહન ચર્ચા કરવામાં આવ રહી છે અને આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ નક્કર રણનીતિથી આગળ આવશે. અધિવેશનમાં સોનિયા ગાંધી, પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંઘ સહિતના વરિષ્ઠ નેતાઓ ભાગ લઈ રહ્યા છે. આ અધિવેશનમાં અત્યાર સુધી બેલેટ પેપરથી ચૂંટણી અને આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવા માટે ચર્ચા કરવામાં આવી હતી.