કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સામે સંગરુર કોર્ટે સમન્સ જાહેર કર્યું
Live TV
-
કર્ણાટક ચૂંટણીમાં આપત્તિજનક ટિપ્પણી મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન સામે સમન્સ જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, બજરંગ દળ પર આપત્તિજનક ટિપ્પણી બદલ પંજાબની સંગરૂર કોર્ટે માનહાનિ મામલે સમન્સ પાઠવ્યું છે. મલ્લિકાઅર્જુન ખડગેને 10 જુલાઈએ અદાલતમાં હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. બીજી બાજુ કોંગ્રેસે તેના ઘોષણા પત્રમાં બજરંગ દળ પર પ્રતિબંધ લગાવવાની વાત કરી હતી. કોંગ્રેસ અધ્યક્ષે બજરંગ દળ અંગે ટિપ્પણી કરવા બદલ મુશ્કેલીમાં ફસાઈ રહ્યા હોય તેમ લાગે છે. તેમની સામે સંગરૂર જિલ્લા અદાલતમાં રૂપિયા 100 કરોડના માનહાનિ કેસમાં આ સમન્સ જારી કરવામાં આવ્યો છે.
હિતેશ ભારદ્વાજે તાજેતરમાં પૂર્ણ થયેલી કર્ણાટક ચૂંટણી દરમિયાન બજરંગ દળ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ખડગે વિરુદ્ધ રૂ. 100 કરોડનો માનહાનિનો કેસ દાખલ કર્યો છે. સ્થાનિક કોર્ટના સિવિલ જજ (વરિષ્ઠ વિભાગ) રમનદીપ કૌરની કોર્ટે ખડગેને 10 જુલાઈએ સમન્સ પાઠવ્યું છે.
