Skip to main content
Settings Settings for Dark

કોંગ્રેસ પાર્ટીની આગામી લોકસભા ચૂંટણી માટે વિવિધ વર્ગોને આવરી લેતા પાંચ મુદ્દાઓની ગેરંટીની જાહેરાત

Live TV

X
  • કોંગ્રેસ પાર્ટીની આગામી લોકસભા ચૂંટણી માટે વિવિધ વર્ગોને આવરી લેતા પાંચ મુદ્દાઓની ગેરંટીની જાહેરાત કરી છે. જેમાં વિવિધ મુદ્દે આ મુજબ જાહેરાત કરવામાં આવી છે. 

    ✅ યુવા ન્યાય

    1. પહેલી બાબત યુવાઓ માટે નોકરી પાક્કી : પ્રત્યેક શિક્ષિત યુવાને વાર્ષિક 1 લાખ રૂપિયા એપ્રેન્ટિસશિપ મળશે 

    2. ભરતી માટે ભરોસો આપ્યો : 30 લાખ સરકારી નોકરીઓ ખાલી છે

    3.પેપર લીકથી મુક્તિ મળશે: પેપર લીક માટે નવા કાયદા અને નીતિઓ ઘડાશે 

    4. હંગામી કે કોન્ટ્રાક્ટ પર કાર્ય કરતાં  કાર્યકરો માટે કાર્ય સુરક્ષા, શ્રેષ્ઠ કામ-કાજી નિયમો અને સમગ્ર સામાજિક સુરક્ષા

    5. યુવા પ્રકાશ : યુવાઓ માટે 5,000 કરોડ રૂપિયાનું સ્ટાર્ટઅપ ફંડ

    ✅ નારી ન્યાય

    1. મહાલક્ષ્મી: ગરીબ પરિવારની એક મહિલાને 1 લાખ રૂપિયા

    2. અડધી વસ્તીને પૂર્ણ હક : કેન્દ્ર સરકારની નવી નોકરીઓમાં 50% મહિલાઓને અનામત 

    3. શક્તિનું સન્માન: બમણા સરકારી સન્માન સાથે આશા, મિડ ડે મિલ અને આંગણવાડી વર્કર્સને વધારે પગાર

    4. અધિકાર મૈત્રી: દરેક પંચાયતમાં મહિલાઓને કાયદાકીય હક અને સરકારી યોજનાઓની માહિતી આપવાનો એક અધિકાર-સહેલી

    5. સાવિત્રીબાઈ ફુલે  હોસ્ટલ : કર્મચારી મહિલાઓ માટે વધુ હોસ્ટલ

    ✅ ખેડૂત ન્યાય

    1. યોગ્ય કિંમત : એમએસપીની કાયદાકીય ગેરંટી, સ્વામીનાથન ફોર્મ્યુલા સાથે

    2. લેણામાંથી મુક્તિ : રૂપરેખાથી માફી પ્લાનને અસરકારક રીતે લાગુ કરવા માટે પરેન્ટ કોંગ્રેસ

    3. વીમા  ચૂકવણી માટે સીધું ટ્રાન્સફર: પાકના નુકસાન પર 30 દિવસની અંદર જ ખાતામાં સીધા પૈસા ટ્રાન્સફર  

    4. યોગ્ય ઉત્પાદન-નિર્માણ નીતિ: ખેડૂતોની સલાહ મુજબ નવી આયાત-નિકાસ નીતિ બનશે 

    5.⁠ GST-મુક્ત ખેતી : ખેડૂતો માટે જરૂરી દરેક વસ્તુથી GST હટેગી

    ✅શ્રમિક ન્યાય

    1. શ્રમનું સન્માન : દૈનિક મજૂરી 400 રૂપિયા, મનરેગામાં પણ લાગુ 

    2. દરેકને સ્વાસ્થ્ય અધિકાર : 25 લાખ રૂપિયાનું હેલ્થ-કવર- મફત સારવાર, હોસ્પિટલ, ડૉક્ટર, દવા, પરીક્ષણ, શસ્ત્રક્રિયા

    3. શહેરી રોજગાર ગેરંટી: શહેરો માટે પણ મનરેગા જેવી નવી યોજના

    4. સામાજિક સુરક્ષા : અસંગઠિત મજૂરો માટે જીવન અને અકસ્માત વીમો 

    5. સુરક્ષિત રોજગાર: મુખ્ય સરકારી કાર્યોમાં કામ માટે કાન્ટ્રેક્ટ સિસ્ટમ બંધ

    ✅ સમગ્રતા ન્યાય

    1. ગણતરી : સામાજિક અને આર્થિક સમાનતા માટે દરેક વ્યક્તિ, દરેક વર્ગની ગણતરી 

    2. અનામતનો હક : સંવૈધાનિક સંશોધન દ્વારા 50% સીમા દૂર કરો SC/ST/OBC નું અનામતનો પૂર્ણ હક 

    3.⁠ SC/ST સબપ્લાનની કાયદાકીય બાંહેધરી: જેટલી SC ST વસ્તી, તેટલું બજેટ; એટલે વધુ ભાગીદારી 

    4.  જળ-જંગલ-જમીનનો કાનૂની હક: વન અધિકાર કાયદા મુજબ 1 વર્ષમાં જમીન પટ્ટા કેસમાં ચુકાદો 

    5. આપણી ધરતી, તમારું રાજ : જ્યાં ST સૌથી વધુ, ત્યાં પૈસા લાગુ 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
apply