Skip to main content
Settings Settings for Dark

કોરોનાનો કહેર: 12,974 સક્રિય કેસ, મૃત્યુઆંક 507 પર

Live TV

X
  • કોરોનાથી મહત્તમ મૃત્યુ 75 વર્ષથી વધુના લોકોમાં થયા, જે 42.૨ ટકા છે.

    દુનિયા ભરમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. ભારતમાં આરોગ્ય મંત્રાલય અનુસાર કોરોનાના કુલ 15 હજાર 712 કેસ થયા છે. જેમાં 12 હજાર 974 સક્રિય કેસ છે. હોસ્પીટલમાં સારવાર લીધા બાદ 2230 દર્દીઓ સાજા થયા છે. કોવિડ-19ના કારણે ભારતમાં 507 લોકોના મોત થયા છે. સરકાર કોરોના કેસને નિયંત્રણમાં રાખવા ભરપુર પ્રયાસ કરી રહયાં છે. જે માટે લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના ધરોમાં જ રહે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે 23 રાજયના 46 જિલ્લામાં છેલ્લા 28 દિવસમાં કોઇ કેસ નોંધાયો નથી. આ એક રીતે સારા પરિણામ માનવામાં આવે છે. જેને ગ્રીન ઝોન કહેવામાં આવે છે. આ સારા પરિણામ ,લોકો ,સરકારના દિશા નિર્દેશનું પાલન કરે છે તેનું પરિણામ જ માનવામાં આવે છે. /આ ઉપરાંત સારવાર બાદ સાજા થનારની ટકાવારી 13 પોઇન્ટ 7 ટકા છે. આ તમામ તબીબોની સલાહ માન્યા તેનું જ પરિણામછે. કેન્દ્ર સરકાર આ બિમારીને ખાળવા માટે રાજય સરકારના સમન્વય સાથે કામ કરી રહયું છે.

     

    મહત્વનું છે કે આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લુવ અગ્રવાલે શનિવારે જણાવ્યું હતું કે આપણા દેશમાં કોરોનાથી મૃત્યુ દર લગભગ 3.3 ટકા છે. જો આપણે વયનું  વિશ્લેષણ કરીએ, તો 0-45 વર્ષના 14.4 ટકા લોકો મૃત્યુ પામ્યા છે. 45-60 વર્ષની વયના લોકોમાં, 10.3 ટકા લોકો મૃત્યુ પામ્યા છે. 60-75 વર્ષની વયના લોકોમાં, 33.1 ટકા લોકો મૃત્યુ પામ્યા છે. તે જ સમયે, કોરોનાથી મહત્તમ મૃત્યુ 75 વર્ષથી વધુના લોકોમાં થયા, જે 42.૨ ટકા છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply