કોરોના અંગે કેન્દ્ર સરકાર દ્વારા નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી
Live TV
-
18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં કોવિડ -19ના સંચાલન માટે એક માર્ગદર્શિકા જાહેર કરી
કોરોના વાયરસથી સંક્રમિત બાળકોમાં રિમડેસિવીરના ઉપયોગ પર સરકારે કડક પ્રતિબંધ લગાવ્યો છે. 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પણ માસ્ક પહેરવાની જરૂર નથી. આ સલાહ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકામાં આપવામાં આવી છે. આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયના આરોગ્ય સેવાઓ મહાનિર્દેશકે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં કોવિડ -19ના સંચાલન માટે એક વ્યાપક માર્ગદર્શિકા જાહેર કરી છે.
ડિરેક્ટર જનરલે જણાવ્યું છે કે, 18 વર્ષથી ઓછી ઉમરના બાળકોમાં રીમડેસિવીરના ઉપયોગની સલામતી અને હકારાત્મક અસરો વિશે અપૂરતા ડેટા છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે, એસિમ્પટમેટિક અને હળવા લક્ષણવાળા બાળકો માટે લેબ પરીક્ષણોની જરૂર નથી.ડિરેક્ટર કચેરીએ છાતીના ઉચ્ચ રીઝોલ્યુશન સીટી સ્કેનનો તર્કસંગત ઉપયોગ સૂચવ્યો છે. જો કે, કોવિડ દર્દીઓની નિયમિત સીટી સ્કેનથી છાતીની તપાસ સૂચવવામાં આવતી નથી. બાળકોમાં આવા પરીક્ષણો જયારે ખુબ જરૂર હોય ફક્ત ત્યારે જ ભલામણ કરવામાં આવે. એવું પણ કહેવામાં આવ્યું છે કે દર્દીઓમાં કોઈ લક્ષણો ન હોય કે હળવા લક્ષણો દેખાય અને સ્ટીરોઇડ્સ આપવામાં આવે તો સ્ટીરોઇડ્સનો ઉપયોગ નુકસાન પહોંચાડી શકે છે. માર્ગદર્શિકા સલાહ આપે છે કે, સ્ટીરોઇડ્સનો ઉપયોગ ફક્ત એવા બાળકો પર થવો જોઈએ કે જેઓ તીવ્ર અસરગ્રસ્ત અને હોસ્પિટલમાં દાખલ છે. ઉપરાંત, તે ચિકિત્સકની દેખરેખ હેઠળ યોગ્ય સમયે અને યોગ્ય માત્રામાં આપવું જોઈએ.
