Skip to main content
Settings Settings for Dark

કોરોના મહામારી વિશે PM નરેન્દ્ર મોદીએ બહેરીનના કિંગ સાથે ટેલિફોનિક વાતચીત કરી

Live TV

X
  • પ્રધાનમંત્રીએ કહ્યું - કોરોના મહામારી સામે લડવા બંને દેશો એકજૂથ છે

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બહરીનના રાજા હમાદ બિન ઇશા અલ ખલીફાએ સોમવારે કોરોના વાયરસ અને નાણાકીય બજાર પરના તેના વિપરિત પ્રભાવો અંગે ચર્ચા કરી હતી. સત્તાવાર નિવેદન અનુસાર, ફોન પર વાતચીત દરમિયાન રાજાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ખાતરી આપી હતી કે તેઓ બહિરીનમાં વસતા ભારતીય સમુદાયના લોકોના કલ્યાણની વ્યક્તિગત કાળજી લેશે.નિવેદનમાં જણાવ્યા અનુસાર, "કોવિડ -19 સ્વાસ્થ્યની સ્થિતિ અને તેના વિપરીત અસરો ...ઉપકરણોની સપ્લાય અને નાણાકીય બજાર પરની અસર પર બંને નેતાઓ વચ્ચે ચર્ચા થઈ."પીએમ મોદીએ હંમેશાં ભારતીય સમુદાયના લોકોની સંભાળ રાખવા માટે બહેરિનના અધિકારીઓની પ્રશંસા કરી. બંને નેતાઓએ સંમતિ આપી કે
    બંને દેશોના અધિકારીઓ પરસ્પર સંપર્ક જાળવશે અને કોવિડ -19 ના પડકારને પહોંચી વળવા દરેક રીતે શક્ય મદદ કરશે. પ્રધાનમંત્રીએ રાજાને કહ્યું હતું કે ભારત બહરીનને પોતાનો મહત્વપૂર્ણ પાડોશી દેશ માને છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
apply