Skip to main content
Settings Settings for Dark

કોર્ટમાં ખાલી જગ્યાઓ ભરવાની અને વધુ જજોની નિમણૂક કરવાની તાતી જરૂર છેઃ એન.વી.રમન્ના

Live TV

X
  • સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એન. વી. રમન્નાએ કહ્યું છે કે, પદ સંભાળ્યા બાદથી, તેઓ ન્યાયતંત્રના માળખામાં સુધારો અને સંકલન કરવા માટે સંસ્થાકીય મિકેનિઝમ સ્થાપિત કરવા માટે પ્રયત્નશીલ છે. તેમણે કહ્યું કે અદાલતોમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની અને વધુ ન્યાયાધીશોની નિમણૂક કરવાની તાતી જરૂર છે.

    ભારતમાં બૌદ્ધિક સંપદા અધિકારો સંબંધિત વિવાદોના સમાધાન અંગેના રાષ્ટ્રીય સેમિનારને સંબોધતા જસ્ટિસ રમન્નાએ કહ્યું કે,  ન્યાયિક માળખામાં સુધારો કરવાની જરૂર છે.

    એન.વી. રમન્નાએ કહ્યું કે દેશમાં ન્યાયતંત્ર સંપૂર્ણપણે સ્વતંત્ર છે અને તે હંમેશા તમામ પક્ષો સાથે સમાન વર્તન કરે છે. તેમણે કહ્યું હતું કે, બૌદ્ધિક સંપદા અધિકારો સંબંધિત કેસો એવા સમયે હાઈકોર્ટમાં પરત કરવામાં આવ્યા છે જ્યારે અદાલતોમાં પહેલાથી જ કેસનો ભારે બોજ છે.

    જો કે, તેમણે કહ્યું કે આ પડકારોનો અસરકારક રીતે સામનો હાઈકોર્ટને મજબૂત કરીને જ કરી શકાય છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply