Skip to main content
Settings Settings for Dark

ક્વાડ બેઠક: ભારતની અધ્યક્ષતામાં આજે નવી દિલ્હીમાં ક્વાડ વિદેશ મંત્રીઓનો મહાસંમેલન

Live TV

X
  • ક્વાડ બેઠક: ભારતની અધ્યક્ષતામાં આજે નવી દિલ્હીમાં ક્વાડ વિદેશ મંત્રીઓનો મહાસંમેલન

    વૈશ્વિક રાજનીતિ અને રણનીતિના મંચ પરથી આજે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતની ભવ્ય અધ્યક્ષતામાં આજે નવી દિલ્હી ખાતે ક્વાડ (Quad) વિદેશ મંત્રીઓની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાવા જઈ રહી છે. આ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય બેઠકની યજમાની ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર કરશે. ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનની વધતી દખલઅંદાજી વચ્ચે આ બેઠકને વૈશ્વિક શક્તિ સંતુલન માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

    વિશ્વના દિગ્ગજ નેતાઓ દિલ્હીમાં: કોણ કોણ આપશે હાજરી?

    આ મહત્ત્વપૂર્ણ બેઠકમાં ભાગ લેવા માટે ક્વાડના સભ્ય દેશોના શક્તિશાળી વિદેશ મંત્રીઓ નવી દિલ્હી પહોંચ્યા છે. ક્વાડ બેઠક: ભારતની અધ્યક્ષતામાં આજે નવી દિલ્હીમાં ક્વાડ વિદેશ મંત્રીઓનો મહાસંમેલન

    આ મુદ્દાઓ પર રહેશે ખાસ નજર  

    બેઠક દરમિયાન સભ્ય દેશો ક્વાડની વર્તમાન પહેલોની સમીક્ષા કરશે અને પ્રાદેશિક તેમજ વૈશ્વિક ઘટનાક્રમો પર ચર્ચા કરશે, જેમાં દરિયાઈ સુરક્ષા, મજબૂત સપ્લાય ચેઈન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, મહત્વપૂર્ણ અને ઉભરતી ટેકનોલોજી, ક્લાઈમેટ એક્શન અને માનવતાવાદી સહાય તેમજ આપત્તિ રાહત જેવા વિષયો એજન્ડામાં સામેલ રહેશે. ક્વાડને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં વ્યૂહાત્મક સંતુલન અને સહયોગના મહત્વપૂર્ણ મંચ તરીકે જોવામાં આવે છે. 

    વ્યૂહાત્મક સંતુલનનું મોટું કેન્દ્ર છે 'ક્વાડ'

    ક્વાડ સમૂહને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં વ્યૂહાત્મક સંતુલન, આર્થિક સ્થિરતા અને પ્રાદેશિક વિકાસ માટે ભાગીદારીને પ્રોત્સાહન આપતા એક શક્તિશાળી મંચ તરીકે જોવામાં આવે છે. આ સંગઠન લોકતાંત્રિક મૂલ્યો અને આંતરરાષ્ટ્રીય નિયમો આધારિત વ્યવસ્થાને મજબૂત કરવા કટિબદ્ધ છે.

    વોશિંગ્ટન બાદ હવે દિલ્હીમાં નજર:

    આ અગાઉ ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠક 1 જુલાઈ 2025ના રોજ વોશિંગ્ટન ડીસી (અમેરિકા) માં આયોજિત થઈ હતી. તેના બરાબર એક વર્ષ બાદ હવે નવી દિલ્હીમાં યોજાઈ રહેલી આ બેઠક પર સમગ્ર વિશ્વની નજર મંડાયેલી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 31-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-06-2026 Max Temp : °C Min Temp : °C
apply