ખરીફ માર્કેટિંગ સીઝનમાં 310 લાખ ટનથી વધારે ડાંગરની ખરીદી કરવામાં આવી: સરકાર
Live TV
-
સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ વર્ષે ખરીફ માર્કેટિંગ સીઝન દરમિયાન કુલ 310 લાખ ટનથી વધારે ડાંગરની ખરીદી કરવામાં આવી છે, જે ગયા વર્ષ કરતા 18.78 ટકા વધારે છે.
કૃષિ મંત્રાલયે જણાવ્યું છે કે, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, તેલંગાણા, ઉત્તરાખંડ, તમિળનાડુ, ચંદીગઢ, જમ્મુ- કાશ્મીર, કેરળ, ગુજરાત, આંધ્ર પ્રદેશ, ઓડિશા અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ડાંગરની ખરીદી સરળતાથી ચાલી રહી છે.
ડાંગરની આ વર્ષની કુલ ખરીદીમાંથી ફક્ત પંજાબ રાજ્યએ જ 202 લાખ ટનથી વધુ ડાંગરનો ફાળો આપ્યો છે, જે આ વર્ષની કુલ ખરીદીના લગભગ 65.24 ટકા જેટલી છે. કૃષિ મંત્રાલયે જણાવ્યું છે કે 28 લાખ 45 હજાર થી પણ વધારે ખેડૂતોને આ વર્ષે ન્યુનતમ સપોર્ટ ભાવ મૂલ્ય સાથે લાભ થઈ ચૂક્યો છે.
