Skip to main content
Settings Settings for Dark

ખરીફ 2026 માટે ઉર્વરક સબસિડી કો સ્વીકારી, ખેડૂતોને ખૂબ રાહત

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ખરીફ 2026 (1 એપ્રિલ, 2026 થી 30 સપ્ટેમ્બર, 2026) માટે ફોસ્ફેટિક અને પોટાશિક (P&K) ખાતરો પર પોષક તત્વો આધારિત સબસિડી (NBS) દરોને મંજૂરી આપી છે.

    ખાતર વિભાગના પ્રસ્તાવ અનુસાર, ખરીફ 2026 માટે અંદાજિત બજેટ જરૂરિયાત આશરે ₹41,533.81 કરોડ રહેશે. આ ખરીફ 2025 માટે ₹37,216.15 કરોડની સરખામણીમાં આશરે ₹4,317 કરોડનો વધારો છે.

    લાભ

    સબસિડી હેઠળ ખેડૂતોને પોષણક્ષમ, આર્થિક અને વાજબી દરે ખાતરો ઉપલબ્ધ કરાવવામાં આવશે.આંતરરાષ્ટ્રીય બજારમાં ખાતરો અને કાચા માલના ભાવને ધ્યાનમાં રાખીને સબસિડીને તર્કસંગત બનાવવામાં આવી છે.

    અમલીકરણ વ્યૂહરચના

    પી એન્ડ કે ખાતરો (ડીએપી અને એનપીકેએસ ગ્રેડ સહિત) પર સબસિડી મંજૂર દરે પૂરી પાડવામાં આવશે. આ દરો 1 એપ્રિલ, 2026 થી 30 સપ્ટેમ્બર,2026 સુધી લાગુ રહેશે. ઉદ્દેશ્ય ખેડૂતોને ખાતરોનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવાનો છે.

    પૃષ્ઠભૂમિ

    સરકાર ખાતર ઉત્પાદકો અને આયાતકારો દ્વારા ખેડૂતોને સબસિડીવાળા દરે 28 પ્રકારના પી એન્ડ કે ખાતરો (ડીએપી સહિત) પૂરા પાડે છે.પી એન્ડ કે ખાતરો પર સબસિડી 1 એપ્રિલ, 2010  થી પોષણ આધારિત સબસિડી યોજના (એનબીએસ) હેઠળ અમલમાં છે. સરકારે તાજેતરમાં યુરિયા, ડીએપી, એમઓપી અને સલ્ફર જેવા કાચા માલના આંતરરાષ્ટ્રીય ભાવમાં વધઘટને ધ્યાનમાં રાખીને ખરીફ 2026 માટે નવા એનબીએસ દરોને મંજૂરી આપી છે.

    આ યોજના હેઠળ, ખાતર કંપનીઓને મંજૂર દરે સબસિડી પૂરી પાડવામાં આવશે, જેથી ખેડૂતો પોષણક્ષમ ભાવે ખાતર મેળવી શકે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
apply