ગુજરાતના 7 મહાનુભાવ સહિત દેશના 71 પ્રતિષ્ઠિત હસ્તીને રાષ્ટ્રપતિના હસ્તે પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાયા
Live TV
-
ફાર્મા ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપવા બદલ ગુજરાતના પંકજ પટેલ અને સાહિત્ય ક્ષેત્રે કવિ તુષાર શુક્લને કરાયા સન્માનિત
રાષ્ટ્રપતિ ભવન ખાતે પદ્મ પુરસ્કાર વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પદ્મ પુરસ્કાર વિજેતાઓને સન્માનિત કર્યા હતા.આ સમારોહના પ્રથમ તબક્કામાં 71 વિશિષ્ઠ હસ્તીઓને સન્માનિત કરવામાં આવી હતી.આ વર્ષે 139 લોકોને પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યા સાથે 7 લોકોને પદ્મ વિભૂષણ આપવામાં આવશે. 19 લોકોને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.ઉપરાંત 113 લોકોને પદ્મ શ્રી થી સન્માનિત કરવામાં આવ્યા હતા.. જેમાં ગુજરાતની 5 હસ્તીઓનો પણ સમાવેશ થાય છે. વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાતના પંકજ પટેલને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.ગુજરાતના પ્રોફેસર રતન કુમાર પરીમાઓને પણ કલા ક્ષેત્રમાં પદ્મ શ્રી થી સન્માનિત કરવામાં આવ્યા સાથે જ પ્રોફેસર ચન્દ્રકાન્ત શેઠને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે પદ્મ શ્રી મરણોપરાંતથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તુષાર શુક્લને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે તેમજ સમાજ સેવા માટે સુરેશ સોનીને પદ્મ શ્રી થી સન્માનિત કરવામાં આવ્યા હતા