Skip to main content
Settings Settings for Dark

ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલાને ઉત્કૃષ્ટ આરોગ્ય સેવાકીય કામગીરી બદલ નવી દિલ્હી ખાતે એક્સલન્સ એવોર્ડ અર્પણ કરાયો

Live TV

X
  • ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલાને ઉત્કૃષ્ટ આરોગ્ય સેવાકીય કામગીરી બદલ નવી દિલ્હી ખાતે એક્સલન્સ એવોર્ડ અર્પણ કરાયો.

    વિશ્વ આરોગ્ય સંગઠનની સ્થાપનાના ૭૫ વર્ષ પૂર્ણ થતાં ડાયમંડ જ્યુબિલીની ઉજવણી અને વિશ્વ આરોગ્ય દિવસની ‘સમર્પણ દિવસ’ તરીકે ઉજવણીના ભાગરૂપે ગઇકાલે નવી દિલ્હી ખાતે આ સમારોહ યોજાયો હતો. ઈન્ડિયન મેડિકલ એસોસીએસન દ્વારા દેશમાં સૌપ્રથમવાર ૧૧ નર્સિંગ ઓફિસરોને શ્રેષ્ઠ આરોગ્યલક્ષી સેવા અને કામગીરીને ધ્યાનમાં લઈને એક્સલન્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો, જેમાં ગુજરાતમાંથી એકમાત્ર ઈકબાલ કડીવાલાને આ એવોર્ડ અર્પણ થતા સુરત અને ગુજરાત માટે ગૌરવપ્રદ ક્ષણ છે.

    કેન્દ્રીય આયુષ રાજ્ય મંત્રી ડો.મહેન્દ્ર મુંજપરાના હસ્તે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

    વર્ષ ૨૦૧૦માં રાષ્ટ્રપતિ એવોર્ડ પ્રાપ્ત કરનાર ઈકબાલ કડીવાલાએ તેમની ત્રણ દાયકાની સેવાસફર દરમિયાન પ્લેગ, પૂર, ભૂકંપ, કોરોના મહામારી, બ્લડ ડોનેશન અને મેડિકલ કેમ્પ આયોજન તેમજ બાળકો માટે શૈક્ષણિક ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply