ગુડિયા રેપ કેસ : 2013ના ગુડિયા ગેંગરેપ કેસના બંને આરોપી પ્રદીપ અને મનોજ કુમાર દોષિત જાહેર, 30 જાન્યુઆરીએ થશે સજાની જાહેરાત
Live TV
-
નવી દિલ્હી : દિલ્હી (Delhi) ની કોર્ટે 2013ના ગુડિયા ગેંગરેપ કેસ (Gudiya Gang rape case) માં બંને આરોપી પ્રદીપ અને મનોજ કુમારને દોષિત જાહેર કર્યા છે. કોર્ટે કહ્યું છે કે સજાની જાહેરાત 30 જાન્યુઆરીએ કરવામાં આવશે. આ કેસમાં કુલ 59 સાક્ષીઓ બાદ કોર્ટે શનિવારે આ નિર્ણય આપ્યો હતો. અત્રે જણાવવાનું કે 5 વર્ષની ગુડિયાનું અપહરણ કરીને તેના ઉપર ગેંગરેપ જેવું જઘન્ય કૃત્ય આચરવામાં આવ્યું હતું. ગુડિયાની સાથે ખુબ જ બર્બરતાથી ગેંગરેપ કરાયો હતો. તેના શરીરમાંથી મીણબત્તી અને કાંચની બોટલ નીકળી હતી.
નિર્ભયાના ગેંગરેપના ફક્ત ચાર મહિના બાદ થયેલી આ ઘટનાએ લોકોને હચમચાવી નાખ્યા હતાં અને લોકો રસ્તા પર ઉતરીને પોતાનો રોષ પ્રગટ કરતા જોવા મળ્યા હતાં. ગુડિયાનું 15 એપ્રિલ 2013ના રોજ અપહરણ થયું હતું અને 17 એપ્રિલના રોજ તે ઘર પાસેથી મળી આવી હતી. ગુડિયાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી જ્યાં અનેક દિવસો સુધી તેની હાલત નાજુક રહી હતી.
#GudiyaGangRapeCase #GudiyaRapeCase
