ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રીય ભરતી એજન્સીની રચનાને મંજૂરી આપવા બદલ PMનો આભાર વ્યક્ત કર્યો
Live TV
-
"એનઆરએની રચના મોદી સરકારે લીધેલ અભૂતપૂર્વ પગલું છે, કારણ કે તે એકસરખી પરિવર્તનશીલ ભરતી પ્રક્રિયા સ્થાપિત કરશે" - અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો મંત્રીમંડળની બેઠકમાં રાષ્ટ્રીય ભરતી એજન્સી (એનઆરએ)ની રચનાને મંજૂરી આપવા બદલ આભાર માન્યો છે. અમિત શાહે તેને ભારતના યુવાનો માટે એક સીમાચિહ્ન દિવસ ગણાવતા કહ્યું કે, "આ પરિવર્તનશીલ સુધારણાથી કોમન એલિજિબિલીટી ટેસ્ટ (સીઈટી) દ્વારા કેન્દ્ર સરકારની નોકરીઓ માટે આપવી પડતી અનેક પરીક્ષાઓની અડચણો દૂર થશે."
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, “એનઆરએ સમાજના તમામ વર્ગને સમાન તકો આપશે કારણ કે દરેક જિલ્લામાં એક પરીક્ષાનું કેન્દ્ર હશે, પરીક્ષા બહુવિધ ભાષાઓમાં હશે અને સીઈટી સ્કોર 3 વર્ષ માટે માન્ય રહેશે. એક કસોટીથી નાણાકીય ભારણ પણ ઓછું થશે, જેનાથી ઉમેદવારોને મોટો ફાયદો થશે.”
શ્રી અમિત શાહે કહ્યું, “રાષ્ટ્રીય ભરતી એજન્સી એ મોદી સરકાર દ્વારા લેવામાં આવેલ અભૂતપૂર્વ પગલું છે કારણ કે તે એકસરખી પરિવર્તનશીલ ભરતી પ્રક્રિયા સ્થાપિત કરશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા અને સરળતાને સુનિશ્ચિત કરીને દેશના યુવાનોને નોકરીવાંચ્છુ યુવાનોને તેમનો મળવાપાત્ર અધિકાર આપ્યો છે.”
