Skip to main content
Settings Settings for Dark

ગૃહ મંત્રાલયે 23 વ્યક્તિઓને 'આતંકવાદી' જાહેર કર્યા, 17 પાકિસ્તાની અને 6 ભારતીય નાગરિકો

Live TV

X
  • આતંકવાદ વિરુદ્ધ કેન્દ્ર સરકારની 'ઝીરો ટોલરન્સ પોલિસી' અંતર્ગત એક વધુ મહત્વપૂર્ણ પગલું ભરતા ગૃહ મંત્રાલયે વધુ 23 વ્યક્તિઓને 'આતંકવાદી' જાહેર કર્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગૃહ મંત્રાલયના આ નિર્ણય પર જણાવ્યું હતું કે મોદી સરકાર ભારતના લોકોની સુરક્ષા માટે દરેક આતંકવાદી મોડ્યુલને ખતમ કરવા માટે કટિબદ્ધ છે.

    અમિત શાહે શનિવારે સોશિયલ મીડિયા હેન્ડલ 'X' પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, "પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના આતંકવાદ વિરુદ્ધ 'ઝીરો ટોલરન્સ' વિઝનને આગળ વધારતા ગૃહ મંત્રાલયે આજે પ્રતિબંધિત સંગઠનો સાથે જોડાયેલા 23 ખૂંખાર આતંકવાદીઓને 'ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ' (UAPA) હેઠળ આતંકવાદી જાહેર કર્યા છે. આ જાહેર કરાયેલા આતંકવાદીઓ ભારત વિરોધી પ્રવૃત્તિઓ, આતંકવાદી હુમલા કરવા, આતંકવાદને પ્રોત્સાહન આપવા, હથિયારોની હેરાફેરી, સરહદ પારથી ઘૂસણખોરી, આતંકવાદી સંગઠનોને મદદ કરવા, ફંડ એકત્ર કરવા અને આતંકવાદીઓની ભરતી કરવા જેવા કામોમાં સામેલ છે. 

    આજે જાહેર કરાયેલા 23 આતંકવાદીઓમાંથી 17 પાકિસ્તાની નાગરિક છે અને 6 ભારતીય નાગરિક છે. જોકે, આ તમામ હાલમાં પાકિસ્તાન અને પાકિસ્તાન હસ્તક જમ્મુ-કાશ્મીરથી આતંકવાદી પ્રવૃત્તિઓને અંજામ આપી રહ્યા છે. મોદી સરકાર ભારતના લોકોની સુરક્ષા માટે દરેક આતંકી મોડ્યુલને ખતમ કરવા માટે કટિબદ્ધ છે." 

    ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે આ આતંકવાદીઓને સત્તાવાર રીતે આતંકવાદી જાહેર કરવાથી માત્ર તેમના નાણાકીય તંત્ર, હિલચાલ, ભરતી ક્ષમતા અને આતંક સમર્થિત પ્રવૃત્તિઓને અટકાવીને આતંકી ઇકોસિસ્ટમને ખતમ કરવામાં મદદ મળશે એટલું જ નહીં, પણ તે રાષ્ટ્રવિરોધી અને આતંકી પ્રવૃત્તિઓ વિરુદ્ધ એક મજબૂત અવરોધક હોવાનો સંદેશ પણ આપશે. આ ઉપરાંત, તે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બંને સ્તરે સુરક્ષા અને કાયદા અમલીકરણ સંસ્થાઓની સંકલિત કાનૂની, તપાસાત્મક અને નિવારક કાર્યવાહી શરૂ કરવાની ક્ષમતામાં વધારો કરશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply