ગોકુળ, મથુરા ,વૃંદાવન અને બરસાનામાં 40 દિવસ સુધી કરવામાં આવે છે હોળીની ઉજવણી
Live TV
-
વૃંદાવન ખાતે આવેલ પ્રેમ મંદિર પરિસરની બહાર મોટી સંખ્યામાં ભક્તોએ રંગ ઉડાવી રંગોત્સવ પર્વની કરી ઉજવણી
ઉત્તરપ્રદેશના ગોકુળ, મથુરા, વૃંદાવન અને બરસાનામાં 40 દિવસ સુધી હોળીની વિવિધ રીતે ઉજવણી કરવામાં આવે છે.આજે વૃંદાવન ખાતે આવેલ પ્રેમ મંદિર પરિસરની બહાર મોટી સંખ્યામાં ભક્તોએ રંગ ઉડાવી રંગોત્સવ પર્વની ઉજવણી કરી હતી..તો આજે ગોરખપુરમાં ડાન્સ, મ્યુઝિક અને મસ્તી સાથે મોટી સંખ્યામાં લોકોએ ધૂળેટી પર્વની ઉજવણી કરી...તો પશ્ચિમ બંગાળમાં હોળીનો પર્વ ડોલ ઉત્સવ તરીકે મનાવાઈ રહ્યો છે..આજે મોટી સંખ્યામાં મહિલાઓએ ડોલ ઉત્સવમાં ભાગ લીધો..સંગીતના તાલે વિશાલ રેલી યોજી મહિલાઓએ વાજતે ગાજતે રંગોત્સવ પર્વ મનાવ્યો..તો પંજાબના અમૃતસર ખાતે બોર્ડર સિક્યોરીટી ફોર્સના જવાનોએ તેમના પરિવાર જનો સાથે હોળીની ઉજવણી કરી હતી.આ ઉજવણીમાં બીએસએફના ડીઆઈજી સચિન્દ્રસિંહ ચંદેલ ઉપસ્થિત રહ્યા હતા.