ચક્રવાતી તોફાન ફેંગલ તમિલનાડુના દરિયાકાંઠે ત્રાટક્યું
Live TV
-
બંગાળની ખાડી ઉપર ઉભુ થયેલ ચક્રવાતી તોફાન ફેંગલ તમિલનાડુ અને પુડુચેરીમાં ત્રાટક્યું છે. જેના કારણે ભારે પવન સાથે ભારે વરસાદ ચાલુ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર ચક્રવાતી તોફાન ફેંગલ તમિલનાડુ અને પુડુચેરીના દરિયાકાંઠાને પાર કરી ગયું છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ચક્રવાત ફેંગલ પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધ્યું અને પુડુચેરી નજીક કરાઈકલ અને મહાબલીપુરમ વચ્ચે ઉત્તર તમિલનાડુ-પુડુચેરી દરિયાકિનારાને પાર કર્યું જેના કારણે તમિલનાડુમાં ભારે વરસાદ ચાલુ છે. IMDએ વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.
ચક્રવાત ફેંગલની અસરને કારણે તમિલનાડુ અને પુડુચેરીના ઘણા ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. દરિયામાં ઉંચા મોજા ઉછળવા લાગ્યા છે. હવામાન વિભાગે લોકોને પોતાના ઘરમાં રહેવાની અપીલ કરી છે. તે અન્ય દરિયાકાંઠાના રાજ્યોમાં પણ તેની અસર છોડી રહ્યું છે.