Skip to main content
Settings Settings for Dark

ચક્રવાત 'દિત્વાહ'નો ખતરો વધ્યો: તમિલનાડુ–પુડુચેરીમાં ઓરેન્જ એલર્ટ, જિલ્લામાં શાળા-કોલેજો બંધ

Live TV

X
  • શ્રીલંકાના દરિયાકાંઠાના વિસ્તારો અને દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પર રચાયેલ ચક્રવાત 'દિત્વાહ' સતત ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે.

    જેમાં 7 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો છે. 30 નવેમ્બરના રોજ ઉત્તર તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ચક્રવાતની અસર અનુભવાય તેવી શક્યતા છે. આને ધ્યાનમાં રાખીને, હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારો માટે 'ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ભારત હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શનિવારે સવારે 2:30 વાગ્યે, તોફાનનું કેન્દ્ર 9.2 ડિગ્રી ઉત્તર અને 80.8 ડિગ્રી પૂર્વમાં, ત્રિંકોમાલીથી 80 કિમી ઉત્તરપશ્ચિમમાં અને ચેન્નાઈથી લગભગ 430 કિમી દક્ષિણમાં સ્થિત હતું. આ ચક્રવાત ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને 30 નવેમ્બરના રોજ ઉત્તર તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે પહોંચવાની ધારણા છે. ચક્રવાતની અસરને કારણે, તમિલનાડુના ઘણા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે રામનાથપુરમ, પુડુક્કોટાઈ, તંજાવુર, તિરુવરુર, નાગપટ્ટીનમ અને કરાઈકલના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. થુથુકુડી, શિવગંગાઈ, અરિયાલુર અને મયિલાદુથુરાઈમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. કન્યાકુમારી, તિરુનેલવેલી, વિરુધુનગર, મદુરાઈ, તિરુચિરાપલ્લી, પેરામ્બલુર અને કુડ્ડલોર જિલ્લાઓમાં પણ અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. હવામાન ખરાબ હોવાથી, તમિલનાડુના ઘણા જિલ્લાઓમાં શાળાઓ અને કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અરિયાલુર, તિરુચી, તંજાવુર અને વિલુપ્પુરમ જિલ્લામાં શાળાઓ બંધ રાખવામાં આવી છે. દરમિયાન, કુડ્ડલોર, તિરુવરુર, નાગાપટ્ટીનમ, મયિલાદુથુરાઈ, કલ્લાકુરિચી, પુડુક્કોટાઈ, પેરામ્બલુર, પુડુચેરી અને કરાઈકલમાં શાળાઓ અને કોલેજો બંને માટે રજા જાહેર કરવામાં આવી છે. વહીવટીતંત્રે દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે, જ્યારે માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે. ઊંચા મોજા અને ભારે પવનની શક્યતાને ધ્યાનમાં રાખીને રાહત અને આપત્તિ વ્યવસ્થાપન ટીમોને એલર્ટ પર રાખવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply