ચારધામ યાત્રા માટે હેલિકોપ્ટર સેવાઓ ફરી શરૂ થશે, સુરક્ષાને પ્રાધાન્ય
Live TV
-
ચારધામ યાત્રા માટે હેલિકોપ્ટર સેવાઓ ફરી શરૂ થશે, સુરક્ષાને પ્રાધાન્ય
નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ ચોમાસાના વિરામ બાદ ચારધામ યાત્રા માટે હેલિકોપ્ટર સેવાઓને ફરીથી શરૂ કરવાની મંજૂરી આપી છે. યાત્રાળુઓની સુરક્ષા અને યાત્રા નિર્વિઘ્ન રહે તે સુનિશ્ચિત કરવા માટે અદ્યતન સુરક્ષા પગલાં સાથે આ સેવાઓ ફરી કાર્યરત થશે.
આ નિર્ણય લેતા પહેલા, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ DGCA, ભારતીય વિમાનમથક પ્રાધિકરણ (AAI) અને ઉત્તરાખંડ સિવિલ એવિએશન ડેવલપમેન્ટ ઓથોરિટી (UCADA) વચ્ચે વધુ સારા સંકલન માટે અનેક બેઠકો યોજી હતી. આ બેઠકોમાં યાત્રાને સુરક્ષિત બનાવવા માટેના તમામ પાસાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
દરમિયાન, હવામાન વિભાગે દેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આજે અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહના કેટલાક સ્થળોએ અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે.
