ચેન્નાઈ કનેક્ટથી ન માત્ર બંને દેશો, પણ સમગ્ર દુનિયાને થશે લાભ - PM
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું મામલ્લપુરમ અનૌપચારિક શિખર સંમેલનથી ભારત ચીન વચ્ચે દ્વિપક્ષીય સંબંધોમાં થઈ નવા યુગની શરૂઆત થઈ
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપીંગ બે દિવસીય ભારત પ્રવાસે હતા. ત્યારે પ્રધાનમંત્રી મોદી સાથેની તેમની મુલાકાતમાં બંને વચ્ચે અનેક મુદ્દે ચર્ચા વિચારણા થઈ. સાથે જ આ મુલાકાતથી બંને દેશોના સંબંધોને નવી દિશા મળશે તેવો આશાવાદ બંને દેશના નેતાઓએ વ્યક્ત કર્યો.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું મામલ્લપુરમ અનૌપચારિક શિખર સંમેલનથી ભારત ચીન વચ્ચે દ્વિપક્ષીય સંબંધોમાં થઈ નવા યુગની શરૂઆત થઈ છે.પી.એમ. મોદીએ કહ્યું બંને પક્ષો મતભેદોને વિવેકપૂર્ણ રીતે ઉકેલશે.પીએમે કહ્યું "ચેન્નાઈ કનેક્ટથી" ન માત્ર બંને દેશો, પણ સમગ્ર દુનિયાને થશે લાભ.
શુક્રવારે બંને નેતાઓ વચ્ચે ચૈન્નાઈમાં બીજી અનૌપચારિક શિખર વાર્તા થઇ... ચૈન્નાઈ પહોંચેલા શી જિનપિંગનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વાગત કર્યુ હતું.. તો ચેન્નાઈના મામલ્લપુરમ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય સ્થાપત્ય અને ઇતિહાસથી ચીનના રાષ્ટ્રપતિને પરિચીત કરાવ્યા હતાં.. અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ નિહાળ્યો હતો., બંને નેતાઓએ સમુદ્ર કિનારે બનેલા ઐતિહાસિક મંદિર, અર્જૂનની તપસ્યાભૂમિ અને પંચરથની મુલાકાત લીધી હતી... આ મુલાકાત દરમિયાન ચીનના રાષ્ટ્રપતિએ પણ સ્વિકાર્યુ હતું કે, કટ્ટરવાદ અને આતંકવાદ બંને દેશો માટે પડકાર છે.. અને તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે તમામ મુદ્દાઓ સાથે આગળ વધવા તૈયાર છે. .. વિદેશમંત્રાલયે આ મુલાકાતને લઈને જણાવ્યું છે કે, બંને વડાઓ વચ્ચે વેપાર અને વિકાસના મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ હતી