છેલ્લા નવ વર્ષમાં દેશમાં લગભગ 30 નવી કેન્સર હોસ્પિટલો ખોલવામાં આવી છેઃ પ્રધાનમંત્રી મોદી
Live TV
-
ગુજરાતમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કેન્સર હોસ્પિટલના શિલાન્યાસ સમારોહ દરમિયાન એક વીડિયો સંદેશમાં પ્રધાનમંત્રીએ લોકોને આપ્યો મંત્ર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કેન્સર હોસ્પિટલના શિલાન્યાસ સમારોહ સમયે એક વીડિયો સંદેશ આપ્યો હતો જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, છેલ્લા નવ વર્ષમાં દેશમાં લગભગ 30 નવી કેન્સર હોસ્પિટલો ખોલવામાં આવી છે અને હાલમાં 10 નવી કેન્સર હોસ્પિટલોનું નિર્માણ ચાલી રહ્યું છે.
ગુજરાતમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કેન્સર હોસ્પિટલના શિલાન્યાસ સમારોહ દરમિયાન એક વીડિયો સંદેશમાં વડાપ્રધાને કહ્યું હતું કે કોઈપણ દેશનો વિકાસ કરવો હોય તો લોકો સ્વસ્થ અને ફિટ હોવા જોઈએ. શ્રી મોદીએ કહ્યું કે સરકાર ગંભીર બીમારીઓથી પીડિત ગરીબોને મદદ કરવા માટે આયુષ્માન ભારત યોજના લઈને આવી છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આજે આ યોજનાની મદદથી 6 કરોડથી વધુ લોકોએ સારવાર લીધી છે.
હેલ્થકેર ક્ષેત્રે ગુજરાત સરકારના પ્રયાસોની પ્રશંસા કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે ગુજરાતે છેલ્લા 20 વર્ષમાં આરોગ્યસંભાળના ક્ષેત્રમાં અભૂતપૂર્વ પ્રગતિ કરી છે અને રાજ્ય ભારતનું એક મોટું મેડિકલ હબ બની રહ્યું છે. 2002 સુધી, ગુજરાતમાં માત્ર 11 મેડિકલ કોલેજો હતી, આજે તે સંખ્યા વધીને 40 થઈ ગઈ છે. રાજ્યમાં MBBSની બેઠકોની સંખ્યા, 20 વર્ષમાં લગભગ 5 ગણી વધી છે.
