Skip to main content
Settings Settings for Dark

જગન્નાથ રથયાત્રા ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાની અનોખી અભિવ્યક્તિ: પ્રધાનમંત્રી મોદી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભગવાન શ્રી જગન્નાથજીની પાવન રથયાત્રાના પ્રારંભ પ્રસંગે તમામ શ્રદ્ધાળુઓને શુભકામનાઓ પાઠવી છે. તેમણે કામના કરી છે કે, 'મહાપ્રભુ જગન્નાથના આશીર્વાદ સૌ પર સદૈવ બની રહે અને તેમની દિવ્ય કૃપાથી તમામ દેશવાસીઓના જીવનમાં નવી ઉર્જાનો સંચાર થાય.'

    પ્રધાનમંત્રી મોદીએ ગુરુવારે(16 જુલાઈ) સવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું કે, "પવિત્ર રથયાત્રાના શુભ અવસર પર સૌને હાર્દિક શુભકામનાઓ. આ ભારતની સદીઓ જૂની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાની એક અનોખી અભિવ્યક્તિ છે. રથયાત્રા સાથે જોડાયેલી પરંપરાઓએ ભારત અને સમગ્ર વિશ્વમાં ઘણી પેઢીઓને પ્રેરણા આપી છે. આ પરંપરાઓ નમ્રતા, સામૂહિક ભાગીદારી અને નિઃસ્વાર્થ સેવાનું પ્રતીક છે. મહાપ્રભુ જગન્નાથ સૌને ઉત્તમ સ્વાસ્થ્ય, સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે. તેઓ આપણને આપણા તમામ પ્રયાસો માટે શક્તિ પ્રદાન કરે અને આપણા સમાજમાં એકતાની ભાવનાને વધુ મજબૂત કરે.  "  

    આ અવસરે પ્રધાનમંત્રી મોદીએ 'સંસ્કૃત સુભાષિતમ્' પણ શેર કર્યું. તેમણે લખ્યું કે, "દેવદેવ જગન્નાથ સુરાસુરનમસ્કૃત। પુણ્યશ્લોકવ્યયાનન્ત પરમાત્મનેમોઽસ્તુ તે।"   સંસ્કૃત સુભાષિતમ્'માં કહેવામાં આવ્યું છે કે, "દેવતાઓના પણ દેવ અને સંપૂર્ણ જગતના સ્વામી ભગવાન જગન્નાથની દેવતાઓથી લઈને સમસ્ત પ્રાણી શ્રદ્ધાપૂર્વક ઉપાસના કરે છે. તેમનો યશ પવિત્ર અને કલ્યાણકારી છે. તેઓ અવિનાશી, અનંત અને સમસ્ત પ્રાણીઓના હૃદયમાં બિરાજમાન પરમાત્મા છે. ભગવાન જગન્નાથને વારંવાર નમસ્કાર છે."  

    દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ જગન્નાથજીની રથયાત્રાના પ્રારંભ પ્રસંગે તમામ શ્રદ્ધાળુઓને અભિનંદન અને મંગલકામનાઓ પાઠવી 'X' પોસ્ટમાં લખ્યું કે, "જગન્નાથજીની કૃપાથી આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય. જય જગન્નાથ."  

    કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પોસ્ટ શે કરી હતી. જેમાં તેમણે લખ્યું કે, "સમસ્ત દેશવાસીઓને જગન્નાથ રથયાત્રાની હાર્દિક શુભકામનાઓ. વિશ્વપ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રા અટૂટ આસ્થા, વિશ્વાસ અને ભક્તિનું પ્રતીક છે. આ પવિત્ર રથયાત્રા ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતોને સાચવવાની અને ભગવાન પ્રત્યેની અટૂટ શ્રદ્ધાને દર્શાવે છે. મહાપ્રભુ જગન્નાથ, વીર બલભદ્ર અને માતા સુભદ્રા પાસે સૌની સુખ, સમૃદ્ધિ અને કલ્યાણની કામના કરું છું."  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-07-2026 Max Temp : °C Min Temp : °C
apply