Skip to main content
Settings Settings for Dark

જનઔષધિ દિવસના અવસર પર દેશભરમાં અનેક કેન્દ્રીય મંત્રી જનઔષધિ કેન્દ્રોનો કરશે પ્રવાસ

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગરીબોને સસ્તી અને ઉચ્ચ ગુણવત્તાવાળી દવાઓ ઉપલબ્ધ કરાવવા માટેની મહત્વકાંક્ષી યોજના અંતર્ગત દર વર્ષે 7 મી માર્ચે જનઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજે  5 મો જનઔષધિ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે.આ વર્ષની જનઔષધિ દિવસની થીમ છે "જનઔષધિ સસ્તી પણ સારી પણ ". જનઔષધિ દિવસની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં 1 થી 7 માર્ચ દરમ્યાન વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દેશના નવ હજાર કેન્દ્રો પર 50 થી થી 90 ટકા સુધી સસ્તી દવાઓ મળે છે. ઉપરાંત આ દવાઓ ગુણવત્તાની બાબતમાં પણ અસરકારક હોય છે. જનઔષધિ દિવસની ઉજવણી દરમ્યાન વિવિધ કેન્દ્રીયમંત્રીઓ દેશમાં જુદા જુદા જનઔષધિ કેન્દ્રોની મુલાકાત લેશે. નાગરિકોને વાજબી દરે ગુણવત્તાયુક્ત જેનેરીક દવાઓ પુરી પાડવા માટે નવેમ્બર 2008માં પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી પરિયોજનાનો આરંભ થયો હતો. 31મી જાન્યુઆરી 2023 સુધીમાં જન ઔષધી કેન્દ્રોની સંખ્યા વધારીને 9 હજાર 82 કરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply